ઝગમગતા દિવડાનું દેરાસર નીરુમા
ઝગમગતા દીવડાનું દેરાસર હોજો
ઝગમગતા દીવડાનું દેરાસર હોજો
એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
અમે અમારા સ્વામીને દૂધથી નવડાવીશું
અમે અમારા સ્વામીને દૂધથી નવડાવીશું
મખમલનાં વસ્ત્રોથી અમે સ્વામીને સજાવીશું
મખમલનાં વસ્ત્રોથી અમે સ્વામીને સજાવીશું
તિલક કરવાને રૂડા કેસર હોજો
તિલક કરવાને રૂડા કેસર હોજો
એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
અમે અમારા સ્વામીને સોનાથી શણગારીશું
અમે અમારા સ્વામીને સોનાથી શણગારીશું
સોનાની સાથે હીરાઓ પણ લાવીશું
સોનાની સાથે હીરાઓ પણ લાવીશું
હીરાથી અધિકા માણેક હોજો
હીરાથી અધિકા માણેક હોજો
એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
અમે અમારા સ્વામીને મુગટ પહેરાવીશું
અમે અમારા સ્વામીને મુગટ પહેરાવીશું
મુગટની સાથે કુંડળ પણ લાવીશું
મુગટની સાથે કુંડળ પણ લાવીશું
કુંડળથી અધિકા હાર જ હોજો
કુંડળથી અધિકા હાર જ હોજો
એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
મહાવિદેહથી સીમંધર સ્વામીને તેડાવીશું
મહાવિદેહથી સીમંધર સ્વામીને તેડાવીશું
સાથે મારા દાદાજીને સાક્ષીએ પણ રાખીશું
સાથે મારા દાદાજીને સાક્ષીએ પણ રાખીશું
સાક્ષીથી અધિકા સ્વરૂપે હોજો
સાક્ષીથી અધિકા સ્વરૂપે હોજો
એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
સીમંધરની ભક્તિથી ઋણાનુબંધ બાંધીશું
સીમંધરની ભક્તિથી ઋણાનુબંધ બાંધીશું
ભક્તિ સાથે મુક્તિનો પંથ પણ કાપીશું
ભક્તિ સાથે મુક્તિનો પંથ પણ કાપીશું
ભક્તિથી અધીકી મુક્તિ જ હોજો
ભક્તિથી અધીકી મુક્તિ જ હોજો
એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
સીમંધરનું સ્થાન મારા હૃુદિયામાં હોજો
સીમંધરનું સ્થાન મારા હૃુદિયામાં હોજો
મારું સર્વસ્વ એમના શરણોમાં હોજો
મારું સર્વસ્વ એમના શરણોમાં હોજો
આજ્ઞાનું અખંડ આરાધન હોજો
આજ્ઞાનું અખંડ આરાધન હોજો
એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
સીમંધરના દેરાસર ગામે ગામ હોજો
સીમંધરના દેરાસર ગામે ગામ હોજો
સાથે મારા દાદાજીનું વિજ્ઞાન હોજો
સાથે મારા દાદાજીનું વિજ્ઞાન હોજો
સાંજ સવારે જ્ઞાનવિધિ રે હોજો
સાંજ સવારે જ્ઞાનવિધિ રે હોજો
એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
એવું એક દેરાસર અડાલજમાં હોજો
એવું એક દેરાસર અડાલજમાં હોજો
સીમંધરના દેરાસર ઘેરે ઘેર હોજો
સીમંધરના દેરાસર ઘેરે ઘેર હોજો
સાથે દાદાજીનું અક્રમ વિજ્ઞાન હોજો
સાથે દાદાજીનું અક્રમ વિજ્ઞાન હોજો
સાંજ સવારે જ્ઞાનવિધિ રે હોજો
સાંજ સવારે જ્ઞાનવિધિ રે હોજો
સાંજ સવારે રૂડી આરતી રે હોજો
સાંજ સવારે રૂડી આરતી રે હોજો
એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
ઝગમગતા દીવડાનું દેરાસર હોજો
ઝગમગતા દીવડાનું દેરાસર હોજો
એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
નીરુમાના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા હોજો
નીરુમાના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા હોજો
દીપકભાઈના હસ્તે અંજન સલાખા હોજો
દીપકભાઈના હસ્તે અંજન સલાખા હોજો
મહાત્માઓના ભાવોથી પૂજન હોજો
મહાત્માઓના ભાવોથી પૂજન હોજો
એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
એમાં મારા સીમંધરની મૂર્તિ હોજો
સીમંધર સ્વામીના અસીમ જય જયકાર હો...