વીતરાગ પ્રતિનિધિ શાસન દેવી
વીતરાગ પ્રતિનિધિ શાસનદેવી
વીતરાગ પ્રતિનિધિ કલ્યાણમૂર્તિ
વીતરાગ પ્રતિનિધિ અનુપમ મૂર્તિ
વીતરાગ માર્ગના મારા જ્ઞાની
વીતરાગ પ્રતિનિધિ શાસનદેવી
વીતરાગ પ્રતિનિધિ કલ્યાણમૂર્તિ
આધ્યા શક્તિ આ સહજ સ્થિતિ
વાત્સલ્ય મૂર્તિ રૂદિયે વસી
આધ્યા શક્તિ આ સહજ સ્થિતિ
વાત્સલ્ય મૂર્તિ રૂદિયે વસી
અક્રમ વિજ્ઞાનીનું ધીટ્ આશ્ચર્ય
મુર્તિમાં પ્રગટ ષટ્ ઐશ્વર્ય
વીતરાગ પ્રતિનિધિ શાસનદેવી
વીતરાગ પ્રતિનિધિ કલ્યાણમૂર્તિ
નિરંતર અ-કર્તા થઈને ફરતા
નિરંજની સત્ શ્રેય ફેલાવતા
નિરંતર અ-કર્તા થઈને ફરતા
નિરંજની સત્ શ્રેય ફેલાવતા
નિષ્કામી શ્રેય પ્રેમ મૂર્તિ
નિર્ગ્રંથ માર્ગના મારા જ્ઞાની
વીતરાગ પ્રતિનિધિ શાસનદેવી
વીતરાગ પ્રતિનિધિ કલ્યાણમૂર્તિ
મન વચ કાયાથી પલ પલ સેવા
દાદાનું જે છે એ મારું જ હોજો
મન વચ કાયાથી પલ પલ સેવા
દાદાનું જે છે એ મારું જ હોજો
અસીમ કૃપાળુ પ્રજ્ઞા સંકેતક
પ્રત્યક્ષાનુભવ યથાર્થ લીંકે જ
વીતરાગ પ્રતિનિધિ શાસનદેવી
વીતરાગ પ્રતિનિધિ કલ્યાણમૂર્તિ
કેવળી કલ્યાણક સંકેતો ને
વર્તમાન અરિહંત ઘેર ઘેર સ્થાપક
કેવળી કલ્યાણક સંકેતો ને
વર્તમાન અરિહંત ઘેર ઘેર સ્થાપક
અલખ નિરંજન અરિહંત શરણે
અવિરત કૃપાની લીંક જો ચાલી
વીતરાગ પ્રતિનિધિ શાસનદેવી
વીતરાગ પ્રતિનિધિ કલ્યાણમૂર્તિ
જ્ઞાની જ આત્મા જ્ઞાન જ આત્મા
જ્ઞાનીની આજ્ઞા સ્વયં શ્રેયાત્મા
જ્ઞાની જ આત્મા જ્ઞાન જ આત્મા
જ્ઞાનીની આજ્ઞા સ્વયં શ્રેયાત્મા
જેને જગ માનશે તેનું જ ચાલશે
લઘુતમ ભાવે જે મુક્તિ અપાવશે
વીતરાગ પ્રતિનિધિ શાસનદેવી
વીતરાગ પ્રતિનિધિ કલ્યાણમૂર્તિ
કલ્યાણી ભાવાર્થ કલ્યાણી નિમિત્ત
કલ્યાણી દેશના અક્રમ કલ્યાણી
કલ્યાણી ભાવાર્થ કલ્યાણી નિમિત્ત
કલ્યાણી દેશના અક્રમ કલ્યાણી
ષટ્ ઐશ્વર્ય પ્રત્યક્ષ નિહાળું
સાષ્ટાંગ વંદુ પ્રત્યક્ષ જ્ઞાનીને
વીતરાગ પ્રતિનિધિ શાસનદેવી
વીતરાગ પ્રતિનિધિ કલ્યાણમૂર્તિ
શુદ્ધ જ ચિત્તથી મુનિપણાનું
શીશ જ ઝૂકતું આ જ્ઞાની સુચરણે
શુદ્ધ જ ચિત્તથી મુનિપણાનું
શીશ જ ઝૂકતું આ જ્ઞાની સુચરણે
હે વિશ્વવંધ એવા પ્રગટ શુદ્ધાત્મા
મારા જ જ્ઞાની સૌના કલ્યાણી
વીતરાગ પ્રતિનિધિ શાસનદેવી
વીતરાગ પ્રતિનિધિ કલ્યાણમૂર્તિ
વીતરાગ પ્રતિનિધિ અનુપમ મૂર્તિ
વીતરાગ માર્ગના મારા જ્ઞાની
વીતરાગ પ્રતિનિધિ શાસનદેવી
વીતરાગ પ્રતિનિધિ કલ્યાણમૂર્તિ
વીતરાગ પ્રતિનિધિ અનુપમ મૂર્તિ
વીતરાગ માર્ગના મારા જ્ઞાની
વીતરાગ માર્ગના મારા જ્ઞાની
વીતરાગ માર્ગના મારા જ્ઞાની