વીતરાગ મારાં વીતરાગ સૌના
વર્તમાને કલ્યાણી અરિહંતા
વીતરાગ મારાં વીતરાગ સૌના
વર્તમાને કલ્યાણી અરિહંતા
વીતરાગ મારાં
આંખોનું આ દર્શન પરાધીન છે
આંખોનું આ દર્શન પરાધીન છે
અંતર ચક્ષુ ઉપયોગ સ્વાધીન છે
સ્વ પર ને જોનારાં સ્વ સ્વમાં રહેનારા
વીતરાગ મારાં વીતરાગ સૌના
વર્તમાન કલ્યાણી અરિહંતા
વીતરાગ મારાં
નિજદોષો જોવાથી મુક્તિને પામું
નિજદોષો જોવાથી મુક્તિને પામું
પરદોષ જોવાથી સંસાર બાંધું
સૌ દોષોના ઓ જ્ઞાતા જોવાથી જ મોક્ષદાતા
વીતરાગ મારાં વીતરાગ સૌના
વર્તમાન કલ્યાણી અરિહંતા
વીતરાગ મારાં
ગૂંચો પડતાં જાણવું રિલેટિવ જ છે
ગૂંચો પડતાં જાણવું રિલેટિવ જ છે
ખરેખર શુદ્ધાત્મા રિયલ જ છે
દિવ્યદષ્ટિ ઉપયોગે પ્રત્યક્ષ જ્ઞાનીના સંયોગે
વીતરાગ મારાં વીતરાગ સૌના
વર્તમાન કલ્યાણી અરિહંતા
વીતરાગ મારાં
પ્યાલો તૂટતાં જાણવું વ્યવસ્થિત જ છે
પ્યાલો તૂટતાં જાણવું વ્યવસ્થિત જ છે
અંદરબહારના જ્ઞેયો રિઝલ્ટ જ છે
સૌ સંયોગો વિયોગી અભોગી અસંયોગી
વીતરાગ મારાં વીતરાગ સૌના
વર્તમાન કલ્યાણી અરિહંતા
વીતરાગ મારાં
નવું કંઈક આવતા ફાઈલ જ જો
નવું કંઈક આવતા ફાઈલ જ જો
દિવ્ય દાદા દર્શન કરી વ્યવસ્થિત જ જો
સમભાવે નિકાલ કરી બાવાને નવડાવી
વીતરાગ મારાં વીતરાગ સૌના
વર્તમાન કલ્યાણી અરિહંતા
વીતરાગ મારાં
અસંગ સત્સંગ પ્રાપ્તિનો અમૂલ્ય અવસર
અસંગ સત્સંગ પ્રાપ્તિનો અમૂલ્ય અવસર
સ્વ ક્ષેત્ર મહાવિદેહ એક જ ખેતર
આજ્ઞા પરિણામે સીમંધરી હૃુદિયાને
વીતરાગ મારાં વીતરાગ સૌના
વર્તમાન કલ્યાણી અરિહંતા
વીતરાગ મારાં
જય જયકારા કરતાં માથા પર મૂક્યા
જય જયકારા કરતાં માથા પર મૂક્યા
નિદિધ્યાસન કરતાં હૃુદિયામાં વસ્યા
આંખની પાંપણોથી માંડી રોમે રોમે રે વસતા
વીતરાગ મારાં વીતરાગ સૌના
વર્તમાન કલ્યાણી અરિહંતા
વીતરાગ મારાં
કેવળ એક આપનું દર્શન છે બાકી
કેવળ એક આપનું દર્શન છે બાકી
મહીંલી મહાજ્યોતમાં પ્રગટો રે સ્વામી
છેલ્લી ભક્તિના આધાર પહેલી મુક્તિના પ્રતિક
વીતરાગ મારાં વીતરાગ સૌના
વર્તમાન કલ્યાણી અરિહંતા
વીતરાગ મારાં