વિકરાળ વિષયાગ્નિમાં દિનરાત જલતા
વિકરાળ વિષયાગ્નિમાં દિનરાત જલતા
વિકરાળ વિષયાગ્નિમાં દિનરાત જલતા
અરેરે અવદશા અરેરે અવદશા તો ય તેમાં જ વિચરતા
વિકરાળ વિષયાગ્નિમાં દિનરાત જલતા
વિકરાળ વિષયાગ્નિમાં દિનરાત જલતા
સંસારનાં પરિ ભ્રમણને સહર્ષ સ્વીકારતા
ને પરિણામે દુઃખ અનંત ભોગવતા
દાવાઓ કરારી મિશ્રચેતન સંગે ચૂકવતા
અનંત આત્મસુખને વિષયભોગે વિમુખતા
અનંત આત્મસુખને અનંત આત્મસુખને વિષયભોગે વિમુખતા
વિકરાળ વિષયાગ્નિમાં દિનરાત જલતા
વિષય અજ્ઞાન ટળે જ્ઞાની જ્ઞાન પથરાતા
દ્રષ્ટિ નિર્મળતા તણી કૂંચીઓ અર્પતાં
મોક્ષગામી કાજે બ્રહ્મચારી કે પરિણતા
શીલની સમજ થકી મોક્ષપથને પમાડતા
શીલની સમજ થકી શીલની સમજ થકી મોક્ષપથને પમાડતા
વિકરાળ વિષયાગ્નિમાં દિનરાત જલતા
અહો નિર્ગ્રંથજ્ઞાનીની વાણીતણી અદ્ ભુતતા
અનુભવીનાં વચનો નિર્ગ્રંથપદને પમાડતાં
મોક્ષપંથે વિચરતા શીલપદ ને ભાવતા
વીતરાગ ચારિત્ર્યના બીજાંકુર ખીલવતા
વીતરાગ ચારિત્ર્યના વીતરાગ ચારિત્ર્યના બીજાંકુર ખીલવતા
વિકરાળ વિષયાગ્નિમાં દિનરાત જલતા
અહો બ્રહ્મચર્યની સાધના કાજે નીસરતા
આંતર્ બાહ્ય મૂંઝવણે સત્ ઉકેલ દર્શાવતા
જ્ઞાનવેણોની સંકલના સમજ બ્રહ્મચર્ય ની કરાવતા
આત્મકલ્યાણાર્થે આ મહાગ્રંથ જગચરણે સમર્પિતા
આત્મકલ્યાણાર્થે આ આત્મકલ્યાણાર્થે આ મહાગ્રંથ જગચરણે સમર્પિતા
વિકરાળ વિષયાગ્નિમાં દિનરાત જલતા
વિકરાળ વિષયાગ્નિમાં દિનરાત જલતા
અરેરે અવદશા અરેરે અવદશા તો ય તેમાં જ વિચરતા
વિકરાળ વિષયાગ્નિમાં દિનરાત જલતા
વિકરાળ વિષયાગ્નિમાં દિનરાત જલતા
વિકરાળ વિષયાગ્નિમાં દિનરાત જલતા