વિચરો છો મહાવિદેહમાં તમે છો વર્તમાન તીર્થંકર
સ્વીકારો પ્રણામ ઉતારો કૃપા અમારા સ્વામી સીમંધર
વિચરો છો
પ્રત્યક્ષ દાદાની સાક્ષીએ નમસ્કાર તમને કરીએ
તમારા આશરાથી અમે હવે નીડર થઈ ફરીએ
ચાલે અખંડ તમારી ભક્તિ અમારા હૃદયમાં નિરંતર
સ્વીકારો પ્રણામ ઉતારો કૃપા અમારા સ્વામી સીમંધર
વિચરો છો
અમારા આ જીવનમાં હવે કૃપા વરસાવો એવી તમે
કોઈના પણ દોષ ના દેખાયે કોઈની નિંદા ન કરવી ગમે
ચાલે નહીં અમારા પર કષાયોના જંતર મંતર
સ્વીકારો પ્રણામ ઉતારો કૃપા અમારા સ્વામી સીમંધર
વિચરો છો
તમારી ભક્તિનો આનંદ અમને વર્તાય છે એવો
બધા ભગવંતોની પૂજા કરીને થાય છે જેવો
રામ તમે શ્રી કૃષ્ણ તમે તમે છો ભોલે શિવશંકર
સ્વીકારો પ્રણામ ઉતારો કૃપા અમારા સ્વામી સીમંધર
વિચરો છો