ઉજવીએ દાદા ભગવાનની ૧૦૦મી જન્મજયંતિ
ઊજવીએ દાદા ભગવાનની સોમી જન્મજયંતી
વધાવીએ અવસરને ઉમંગથી મળે ઝાંખી પૂર્ણ પૂનમની
ના ભૂતો ના ભવિષ્યતિ આ અનુપમ પ્રેમલ મૂર્તિ ઊજવીએ
પચાસમે વર્ષે અપૂર્વ જ્ઞાનધારા પ્રગટી
સિદ્ધદશાના પરમ સુખની અનુભૂતિ
દેહ સાથે દશા દેહાતીત વર્તી
ના ભૂતો ના ભવિષ્યતિ આ અનુપમ પ્રેમલ મૂર્તિ ઊજવીએ
જ્ઞાન આપીને આત્માનો ઉઘાડ કરાવ્યો
રક્ષણ કાજે આજ્ઞાનો આધાર આપ્યો
વિધિ મૂકીને શક્તિનો સંચાર પૂરાવ્યો
ના ભૂતો ના ભવિષ્યતિ આ અનુપમ પ્રેમલ મૂર્તિ ઊજવીએ
આનંદ જે અનુભવાય છે અમે શું કહીએ
સુખ મહીં જે ઉભરાય છે એને કેમ વર્ણવીએ
હલકા ને હલકા થવાય છે એને જોઈ જ રહીએ
ના ભૂતો ના ભવિષ્યતિ આ અનુપમ પ્રેમલ મૂર્તિ ઊજવીએ
કંઈ ન કરે છતાં ચાહે સો કરે અક્રમજ્ઞાની
તેથી તો બે જ કલાકમાં દે આત્માને જગાડી
અહો અહો હે દાદા તમોને લાખો સલામી
ના ભૂતો ના ભવિષ્યતિ આ અનુપમ પ્રેમલ મૂર્તિ ઊજવીએ