તૂ રંગાઈ જાને રંગમાં
સ્વામી સીમંધરના સંગમાં
સ્વામી સીમંધરના સંગમાં
મારા દાદા તણા સત્સંગમાં
તું રંગાઈ જાને રંગમાં
તું રંગાઈ જાને રંગમાં
સ્વામી સીમંધરના સંગમાં
મારા દાદા તણા સત્સંગમાં
તું રંગાઈ જાને રંગમાં
તું રંગાઈ જાને રંગમાં
કાલે પાળીશું પછીથી પાળીશું
દાદા તણી આજ્ઞા મારા દાદા તણી આજ્ઞા
કાલે પાળીશું પછીથી પાળીશું
દાદા તણી આજ્ઞા મારા દાદા તણી આજ્ઞા
સમય ખૂટશે જીવન કેરો
સમય ખૂટશે જીવન કેરો
ક્યારે જાશે તું સત્સંગમાં
તું રંગાઈ જાને રંગમાં
તું રંગાઈ જાને રંગમાં
મહાત્મા માનેે કે ઘણો સમય છે
પાળીશું પાંચ આજ્ઞા પછી પાળીશું પાંચ આજ્ઞા
મહાત્મા માનેે કે ઘણો સમય છે
પાળીશું પાંચ આજ્ઞા પછી પાળીશું પાંચ આજ્ઞા
પીડા ઊપજશે પુદ્ગલ કેરી
પીડા ઊપજશે પુદ્ગલ કેરી
રૂંવે રૂંવે તારા અંગમાં
તું રંગાઈ જાને રંગમાં
તું રંગાઈ જાને રંગમાં
રંગ રાગમાં જીવો ફસાયા
રહી જાશે આમનું આમ બધું રહી જાશે આમનું આમ
રંગ રાગમાં જીવો ફસાયા
રહી જાશે આમનું આમ બધું રહી જાશે આમનું આમ
જ્ઞાનની વાતો જ્યારે સાંભળો
જ્ઞાનની વાતો જ્યારે સાંભળો
ઊડાડશો નહીં વ્યંગમાં
તું રંગાઈ જાને રંગમાં
તું રંગાઈ જાને રંગમાં
ભાવના ભાવો જગત કલ્યાણની
જગતનાં જીવો તમામ આ જગતનાં જીવો તમામ
ભાવના ભાવો જગત કલ્યાણની
જગતનાં જીવો તમામ આ જગતનાં જીવો તમામ
અણુ પરમાણુ બ્રહ્માંડી જીવો
અણુ પરમાણુ બ્રહ્માંડી જીવો
રંગાઈ જાવો દાદા રંગમાં
તું રંગાઈ જાને રંગમાં
તું રંગાઈ જાને રંગમાં
જ્યાં મળે ત્યાં પામી લેજે
સ્વરૂપ આતમ રામ તારું સ્વરૂપ આતમ રામ
જ્યાં મળે ત્યાં પામી લેજે
સ્વરૂપ આતમ રામ તારું સ્વરૂપ આતમ રામ
ટાણે આવ્યું તે વધાવી લે જે
ટાણે આવ્યું તે વધાવી લે જે
પડ્યું રહેશે તારા સંગમાં
તું રંગાઈ જાને રંગમાં
તું રંગાઈ જાને રંગમાં
સ્વામી સીમંધર પ્રભુના ચરણે
સમર્પણ કરી જાવ તમે સમર્પણ કરી જાવ
સ્વામી સીમંધર પ્રભુના ચરણે
સમર્પણ કરી જાવ તમે સમર્પણ કરી જાવ
અક્રમની આ એક ઝલકથી
અક્રમની આ એક ઝલકથી
પીડા રહેશે નહીં તારા અંગમાં
તું રંગાઈ જાને રંગમાં
તું રંગાઈ જાને રંગમાં
સ્વામી સીમંધરના સંગમાં
મારા દાદા તણા સત્સંગમાં
તું રંગાઈ જાને રંગમાં
તું રંગાઈ જાને રંગમાં