ત્રિમંદિરે સાંઇ પધાર્યા
ત્રિમંદિરીયે સાંઈ પધાર્યા મૂર્તિ મહીં બિરાજ્યા
આવો નમીએ પરમ વિનયથી સંત મહા સુખછાયા ત્રિમંદિરે સાંઈ
હૈયાં હરખે દર્શન કરતાં ઉમટયા માનવ મેળા
આનંદ આનંદ વર્તે આજે આયા શિરડીવાલા
અક્રમ મોક્ષના તંબૂ તાણ્યા ટેકો કરજો બાબા
જગકલ્યાણી મહા યજ્ઞમાં શક્તિ પૂરજો દેવા ત્રિમંદિરે સાંઈ
દાદા ને આવી કોઈ કહેતું દુખિયા છીએ દાદા
દુખડા દૂર કરવા કાજે કહોને કોને ભજવા
ભજ શિરડીના સાંઈનાથને તુરત જ દાદા કહેતા
લોકોને સુખ દેનારા છે દુનિયાનાં દુઃખ હરતા ત્રિમંદિરે સાંઈ
ત્રિમંદિર છે મુક્તિ મંદિર તીર્થંકર સહુ આવ્યા
ભૂત ભાવિ ને વર્તમાનના જિનવર સહું બિરાજ્યા
શ્રેયરૂપી શિવની સંગે ત્રિરૂપ કૃષ્ણ કનૈયા
ચાંદ્રાયણ ગણપતિની સંગે જગ જનની પંચ મૈયા ત્રિમંદિરે સાંઈ
આજે આવ્યા સાંઈબાબા સંત જો શિરડીવાલા
શ્રદ્ધા સબૂરી દેજો અમને અક્રમ જય અભિલાષા
પ્રેમપંથ ના અમે પ્રવાસી માલિક એક જ દાદા
જય જયકાર મચાવો જગમાં જય કાલી ટોપીવાલા ત્રિમંદિરે સાંઈ