તારી હૂંફે મારું જીવન હૂંફાળુ હૂંફાળુ લાગે
તારા પ્રેમે જીવન ભીનું ભીનું ભાસે
તારી હૂંફે મારું જીવન હૂંફાળુ હૂંફાળુ લાગે
તારા પ્રેમે જીવન ભીનું ભીનું ભાસે
ઓ નીરુમા નીરુમા
ઓ નીરુમા નીરુમા
દુકાળે પાણી પ્યાસા જીવન કોરા કટ આખા
તક તક તાકે અમ આંખો કોરી આભે
દુકાળે પાણી પ્યાસા જીવન કોરા કટ આખા
તક તક તાકે અમ આંખો કોરી આભે
તારી દ્રષ્ટિએ ઝરમર ઝરમર વાછટ નાખી જ્યારથી
તારી હૂંફે મારું જીવન હૂંફાળુ હૂંફાળુ લાગે
તારા પ્રેમે જીવન ભીનું ભીનું ભાસે
તારી હૂંફે મારું જીવન હૂંફાળુ હૂંફાળુ લાગે
તારા પ્રેમે જીવન ભીનું ભીનું ભાસે
ઓ નીરુમા નીરુમા
ઓ નીરુમા નીરુમા
મારા હૃદયમાં તારો પુલકિત પ્રવેશ થાતા
મીઠી ફોરમ ફેલાણી ચારેકોર ત્યારે
મારા હૃદયમાં તારો પુલકિત પ્રવેશ થાતા
મીઠી ફોરમ ફેલાણી ચારેકોર ત્યારે
એક એક શ્વાસમાં તે આવી કર્યો છે વાસ જ્યારથી
તારી હૂંફે મારું જીવન હૂંફાળુ હૂંફાળુ લાગે
તારા પ્રેમે જીવન ભીનું ભીનું ભાસે
તારી હૂંફે મારું જીવન હૂંફાળુ હૂંફાળુ લાગે
તારા પ્રેમે જીવન ભીનું ભીનું ભાસે
ઓ નીરુમા નીરુમા
ઓ નીરુમા નીરુમા
છુપા રાખેલા એવા રહસ્યો તારી પાસે
ખુલ્લા થયા છે હવે ફિકર નહીં મારે
છુપા રાખેલા એવા રહસ્યો તારી પાસે
ખુલ્લા થયા છે હવે ફિકર નહીં મારે
મૂક્યો તે હાથ મારા માથે કરી સ્વીકાર જ્યારથી
તારી હૂંફે મારું જીવન હૂંફાળુ હૂંફાળુ લાગે
તારા પ્રેમે જીવન ભીનું ભીનું ભાસે
તારી હૂંફે મારું જીવન હૂંફાળુ હૂંફાળુ લાગે
તારા પ્રેમે જીવન ભીનું ભીનું ભાસે
ઓ નીરુમા નીરુમા
ઓ નીરુમા નીરુમા
તારા ચીંધેલા માર્ગે પગલા હું નાના માંડુ
સરકુ સરસર ચાલતા હું પડવા જઉં ત્યારે
તારા ચીંધેલા માર્ગે પગલા હું નાના માંડુ
સરકુ સરસર ચાલતા હું પડવા જઉં ત્યારે
ખોળો પાથરી વારે વારે ઝીલી લેતી તું જ્યારથી
તારી હૂંફે મારું જીવન હૂંફાળુ હૂંફાળુ લાગે
તારા પ્રેમે જીવન ભીનું ભીનું ભાસે
તારી હૂંફે મારું જીવન હૂંફાળુ હૂંફાળુ લાગે
તારા પ્રેમે જીવન ભીનું ભીનું ભાસે
ઓ નીરુમા નીરુમા
ઓ નીરુમા નીરુમા
જુદા કરજે ના માડી તારાથી અમને ક્યારે
વિરહો તારો ના હવે કેમે સહેવાયે
જુદા કરજે ના માડી તારાથી અમને ક્યારે
વિરહો તારો ના હવે કેમે સહેવાયે
ક્ષણ ક્ષણ જીવનની મારી તારા નામે થઇ છે જ્યારથી
તારી હૂંફે મારું જીવન હૂંફાળુ હૂંફાળુ લાગે
તારા પ્રેમે જીવન ભીનું ભીનું ભાસે
તારી હૂંફે મારું જીવન હૂંફાળુ હૂંફાળુ લાગે
તારા પ્રેમે જીવન ભીનું ભીનું ભાસે
ઓ નીરુમા નીરુમા
ઓ નીરુમા નીરુમા