તારા વિરહોમાં દિનરાત જલતો પ્રભુ
તારા દર્શનને પલ પલ ઝંખતો પ્રભુ
ક્યારે દર્શન દેશો હે નાથ
પલ પલ તુજ મિલનની આશ
તારા વિરહોમાં દિનરાત જલતો પ્રભુ
તારા ચરણ સુધી કેમ પહોંચું પ્રભુ
તારા શુદ્ધ પ્રેમમાં સદા હું રાચું પ્રભુ
તારો પરમાત્મ પ્રેમ છે અપાર
એ પામવા હું ઝંખુ સદાય
તારા વિરહોમાં દિનરાત જલતો પ્રભુ
તારા વાત્સલ્ય નીતરતા નેણ મેં જોયા
ચૌદ લોકી કરુણા સિંધુમાં ડૂબ્યા
દર્શન વિણા ચેન ના પલવાર
હૃદય તડપે તુજ સાથ
તારા વિરહોમાં દિનરાત જલતો પ્રભુ
તારા ખોળે હું મુજને રમતો ખોળું
તારા માતૃપ્રેમમાં કેમ કરીને બોળું
ઓ દુગ્ધ શુક્લમાં સ્વાતમ દેખાય
ભક્તિ કરું અશ્રુ ભીની આંખ
તારા વિરહોમાં દિનરાત જલતો પ્રભુ
વિધ્નો અનંતા મોક્ષમાર્ગે અથડાય
શક્તિ અનંતી છતાં એ હાલમાં આવરાય
પહોંચી વળીશ જરૂર તુજ આધાર
ભજના કરું તુજ દીનરાત
તારા વિરહોમાં દિનરાત જલતો પ્રભુ
તારા દર્શનને પલ પલ ઝંખતો પ્રભુ
ક્યારે દર્શન દેશો હે નાથ
પલ પલ તુજ મિલનની આશ
તારા વિરહોમાં દિનરાત જલતો પ્રભુ