તારા દર્શનનો આ સાર તારી દષ્ટિનો આ સાથ
તારા દર્શનનો આ સાર તારી દષ્ટિનો આ સાથ
અનંતા અનેકથી એક રહ્યું અહો પ્રત્યક્ષ તારણહાર
અહો પ્રત્યક્ષ તારણહાર
તારા દર્શનનો આ સાર તારી દષ્ટિનો આ સાથ
અનંતા અનેકથી એક રહ્યું અહો પ્રત્યક્ષ તારણહાર
અહો પ્રત્યક્ષ તારણહાર
તારી આંખની અમી અમે જ્ઞાની નેત્રે જોઇ
તારા સ્પર્શની ઝાંખી તેમને અંગૂઠે જ થઇ
તારી આંખની અમી અમે જ્ઞાની નેત્રે જોઇ
તારા સ્પર્શની ઝાંખી તેમને અંગૂઠે જ થઇ
મારા શ્વાસોના આધાર તારી શક્તિનો આ સાથ
આ ક્ષેત્રના કાર્યમાં વહો અપવાદ મારા પ્રત્યક્ષ તારણહાર
મારા પ્રત્યક્ષ તારણહાર
એક સ્પર્શ અહો અહો ગજબનો કેવો
પત્થરથી પત્થર પીગળે એવો
એક સ્પર્શ અહો અહો ગજબનો કેવો
પત્થરથી પત્થર પીગળે એવો
કોટી ભાવોથી ઘડતા જેને આપને જોયા
તેની નવ કલમોમાં આપ બેઠા મારા પ્રત્યક્ષ તારણહાર
મારા પ્રત્યક્ષ તારણહાર
કીલ કીલ કીલ્લોલ કરતા બાળકો દોડે
પ્રભુ આપની પાસે આપ ખોળે
કીલ કીલ કીલ્લોલ કરતા બાળકો દોડે
પ્રભુ આપની પાસે આપ ખોળે
નમન ન મનનો આ સાર
નમન ન મનનો આ સાર સ્પષ્ટ નમનથી સાધાર
તે તો જ્ઞાની વિધિ વિના અતિ દુર્લભ મારા પ્રત્યક્ષ તારણહાર
મારા પ્રત્યક્ષ તારણહાર
ભાવાતી તમ ને ભાવ ભેટે ભવોભવની ભ્રમણા ભાંગે
ભાવાતી તમ ને ભાવ ભેટે ભવોભવની ભ્રમણા ભાંગે
ભ્રાંતિમય સૌ ભૂલ જાગેલાની છે આ ધુળ
ભ્રાંતિમય સૌ ભૂલ જાગેલાની છે આ ધુળ
ખંખેરી ખંખેરીને સ્પષ્ટ જુએ મારા પ્રત્યક્ષ તારણહાર
મારા પ્રત્યક્ષ તારણહાર
તારા દર્શનનો આ સાર તારી દષ્ટિનો આ સાથ
અનંતા અનેકથી એક રહ્યું અહો પ્રત્યક્ષ તારણહાર
અહો પ્રત્યક્ષ તારણહાર
તારા દર્શનનો આ સાર તારી દષ્ટિનો આ સાથ
અનંતા અનેકથી એક રહ્યું અહો પ્રત્યક્ષ તારણહાર
અહો પ્રત્યક્ષ તારણહાર
અહો પ્રત્યક્ષ તારણહાર