તનથી જુદું મનથી જુદું મારું સ્વરૂપ સાચું
તનથી જુદું મનથી જુદું મારું સ્વરૂપ સાચું
રેકર્ડ વાગે સુર અસુરે સંગીત જ જાણું
તનથી જુદું મનથી જુદું મારું સ્વરૂપ સાચું
રેકર્ડ વાગે સુર અસુરે સંગીત જ જાણું
તનથી જુદું મનથી જુદું
મન અમનના માળાના મણકા જોવાથી જ છુટતાં જાળાં
જેવા હતા તેવા ઉકલતા નથી થતાં નવા ફસાણાં
મુક્ત મને નીર્ભયતાની મહીલી આ ખુમારી
અભેદીની દષ્ટિમાં આવી પહોંચ્યો આરૂણી
તનથી જુદું મનથી જુદું મારું સ્વરૂપ સાચું
રેકર્ડ વાગે સુર અસુરે સંગીત જ જાણું
તનથી જુદું મનથી જુદું
અપર્ણતાની સાચી સમજણ સંયોગો જ શીખવાડે
નાની અમથી કાચી ભૂલ પાડોશી જ ભાંગી દેશે
મેલું જેણે કર્યું હતું ચોખ્ખું તે જ કરશે
સ્વયં સીદ્ધ શુદ્ધીથી સર્વાંગ દર્શન થાશે
તનથી જુદું મનથી જુદું મારું સ્વરૂપ સાચું
રેકર્ડ વાગે સુર અસુરે સંગીત જ જાણું
તનથી જુદું મનથી જુદું
સાગર તરફ વહેતી સરીતા ઘેરે આવતી વૃત્તિઓ
ક્યાં જઇ આવી શું લઇ આવી નીદોર્ષ ને સ્પર્શીને આવી
ડહોળું ચોખ્ખું બન્ને પાણી પરમાણું પ્રમાણી
નીર્દોષીની વ્યાખ્યા વિજ્ઞાની જાણી તેને જાણી
તનથી જુદું મનથી જુદું મારું સ્વરૂપ સાચું
રેકર્ડ વાગે સુર અસુરે સંગીત જ જાણું
તનથી જુદું મનથી જુદું
તનથી જુદું મનથી જુદું
તનથી જુદું મનથી જુદું