તમે મારા મિત છો
તમે મારા મીત છો તમે મારું હીત છો
તમે મારા મીત છો તમે મારું હીત છો
તમે મારી આરઝુંમાં અનન્ય ધ્યેય છો
તમે મારા મીત છો તમે મારું હીત છો
તમે મારી આરઝુંમાં અનન્ય ધ્યેય છો
તમે મારા મીત છો
બાગબાન આપ છો આ કળી ભરતક્ષેત્રના
ભુલકાં ભાન ભુલેલા અમ તણાઇ રહ્યાં પૂરમાં
આ અજબ ગજબ સિદ્ધિધારી એકલો પુરુષ આ
કેવી શક્તિથી ખેંચે કળીયુગી જીવોને
કરૂણાસાગર દાદા તરણતારણ આપ છો
કરૂણાસાગર દાદા તરણતારણ આપ છો
મુક્તિની દોર તમારી શ્વાસોનો સાર છે
તમે મારા મીત છો
મહામોહ જાળમાં ફરી ફરી ફસાતા અમ
પુરણ ગલનની સૃષ્ટિ અતૃપ્ત જેલ સમ
આ કુસંગ જગના અતી જટીલ પાસમાં
મુર્છાનો માર ખાતા બેભાની દેહમાં
સ્વ સંગ સત ની સ્વાનુભૂતીનો
સ્વ સંગ સત ની સ્વાનુભૂતીનો
સ્વાદ સાધ્યો સીધો સાદો સહેજે સંસારમાં
તમે મારા મીત છો
આંખોથી દર્શન કરતા ઉતરું ઊંડાણમાં
ખોખાં જ જોતા જોતા ખોખા જ આવતા
આ વીરહો વધ્યો દાદા આપ દર્શનનો
વહી જાતા આંસુ અંજલી સ્વીકારો દુરના
સ્થુળ સુક્ષ્મ ભાવને જડ ના જાણીને પણ
સ્થુળ સુક્ષ્મ ભાવને જડ ના જાણીને પણ
ભાવોના રાજા તમને હૃદયમાં જ રાખુ
તમે મારા મીત છો તમે મારું હીત છો
તમે મારી આરઝુંમાં અનન્ય ધ્યેય છો
તમે મારા મીત છો તમે મારું હીત છો
તમે મારી આરઝુંમાં અનન્ય ધ્યેય છો
તમે મારા મીત છો