તમે હાલતા રે તમે ચાલતા રે
તમે હાલતાં રે તમે ચાલતાં રે
જય દાદાનો બોલજો રે
તમે હાલતાં રે તમે ચાલતાં રે
જય દાદાનો બોલજો રે
થયા ભાદરણ ગામ દાદા ભગવાન નામ
જેણે સ્વરૂપ પ્રગટ કીધા રે
હે જય દાદાનો બોલજો રે
તમે હાલતાં રે તમે ચાલતાં રે
જય દાદાનો બોલજો રે
માથે મુગટ કે કાળી ટોપી એ પહેરતાં રે
માથે મુગટ કે કાળી ટોપી એ પહેરતાં રે
એવાં ધોતી ને કોટમાં લાગતાં દાદા રૂપાળા રે
એવાં ધોતી ને કોટમાં લાગતાં દાદા રૂપાળા રે
એ તો કુમકુમના પગલે મલકતા ડગલે ધીમા ઉતાવળા ચાલતાં રે
હે જય દાદાનો બોલજો રે
તમે હાલતાં રે તમે ચાલતાં રે
જય દાદાનો બોલજો રે
ક્ષત્રિય કુળમાં ને રતન ગોત્રમાં પ્રગટ્યા રે
ક્ષત્રિય કુળમાં ને રતન ગોત્રમાં પ્રગટ્યા રે
એ તો ભાગીદારીમાં કોન્ટ્રાક્ટનો ધંધો કરતાં રે
એ તો ભાગીદારીમાં કોન્ટ્રાક્ટનો ધંધો કરતાં રે
થયા ભાદરણ ગામ દાદા ભગવાન નામ જેણે સ્વરૂપ પ્રગટ કીધા રે
હે જય દાદાનો બોલજો રે
તમે હાલતાં રે તમે ચાલતાં રે
જય દાદાનો બોલજો રે
સુરતનાં બાંકડે સમી સાંજના કાળે રે
સુરતનાં બાંકડે સમી સાંજના કાળે રે
એ તો જમી પરવારી ને બાંકડે આવી બેઠાં રે
એ તો જમી પરવારી ને બાંકડે આવી બેઠાં રે
પલક વારમાં બ્રહ્માંડ ધારમાં વિના પાંખે વિચર્યા રે
જય દાદાનો બોલજો રે
તમે હાલતાં રે તમે ચાલતાં રે
જય દાદાનો બોલજો રે
ફૂટ્યા ફૂવારા જ્ઞાન તણા રગ રગમાં રે
ફૂટ્યા ફૂવારા જ્ઞાન તણા રગ રગમાં રે
એવો પ્રકાશ પ્રગટ્યો બ્રહ્માંડી આવરણ તૂટ્યા રે
એવો પ્રકાશ પ્રગટ્યો બ્રહ્માંડી આવરણ તૂટ્યા રે
એવા જળમાં ને સ્થળમાં આકાશપાતાળમાં જ્ઞાનદર્શન થઇ પહોચ્યાં રે
હે જય દાદાનો બોલજો રે
તમે હાલતાં રે તમે ચાલતાં રે
જય દાદાનો બોલજો રે
સંસારી જાળમાં ને વિપરીત કાળમાં પ્રગટ્યા રે
સંસારી જાળમાં ને વિપરીત કાળમાં પ્રગટ્યા રે
એવા મુક્તિના મારગે જ્ઞાનના દીવડા પ્રગટ્યા રે
એવા મુક્તિના મારગે જ્ઞાનના દીવડા પ્રગટ્યા રે
એ તો આખા મલકમાં અક્રમ ઝલકમાં દાદા ભગવાન થઇ વિચર્યા રે
હે જય દાદાનો બોલજો રે
તમે હાલતાં રે તમે ચાલતાં રે
જય દાદાનો બોલજો રે
તમે હાલતાં રે તમે ચાલતાં રે
જય દાદાનો બોલજો રે
તમે હાલતાં રે તમે ચાલતાં રે
જય દાદાનો બોલજો રે
જય દાદાનો બોલજો રે
જય દાદાનો બોલજો રે
જય દાદાનો બોલજો રે