સ્વામી તુજ નંબર એવો કે
સ્વામી સીમંધર સ્વામી સીમંધર
સ્વામી તુજ નંબર એવો કે વાત ના સ્થૂળ મુજથી થાય
સ્વામી તુજ નંબર એવો કે વાત ના સ્થૂળ મુજથી થાય
અંદરનો તાર એવો જોડું કે તુજ હ્રુદિયામાં ઘંટડી વાગે
હ્રુદિયામાં ઘંટડી વાગે
ઓ સ્વામી વાતો તુજ સંગે થાયે
ઓ સ્વામી વાતો તુજ સંગે થાયે
સ્વામી તુજ નંબર એવો કે વાત ના સ્થૂળ મુજથી થાય
સ્વામી તુજ નંબર એવો કે
સ્વામી સીમંધર સ્વામી સીમંધર
ભરત ભૂમિના ખબર તમોને હું આપું
ભરત ભૂમિના ખબર તમોને હું આપું
તમ આશીર્વાદે દાદા ફેલાયા ચૌબાજુ
તમ આશીર્વાદે દાદા ફેલાયા ચૌબાજુ
ઓ સ્વામી મિશન અજાયબ ચાલે
ઓ સ્વામી મિશન અજાયબ ચાલે
સ્વામી તુજ નંબર એવો કે વાત ના સ્થૂળ મુજથી થાય
સ્વામી તુજ નંબર એવો કે
સ્વામી સીમંધર સ્વામી સીમંધર
ઘર ઘર આજે તમે છો જઈ પહોંચ્યા
ઘર ઘર આજે તમે છો જઈ પહોંચ્યા
લોકો આરાધના તુજ દિન રાત કરતા
લોકો આરાધના તુજ દિન રાત કરતા
ઓ સ્વામી લેજો સૌને આપ શરણે
ઓ સ્વામી લેજો સૌને આપ શરણે
સ્વામી તુજ નંબર એવો કે વાત ના સ્થૂળ મુજથી થાય
સ્વામી તુજ નંબર એવો કે
સ્વામી સીમંધર સ્વામી સીમંધર
દાદા નીરુમા ત્યાંથી નિત્યે આવે
દાદા નીરુમા ત્યાંથી નિત્યે આવે
સૂક્ષ્મ હાજરીથી તેઓ કલ્યાણ કરાવે
સૂક્ષ્મ હાજરીથી તેઓ કલ્યાણ કરાવે
ઓ સ્વામી તુજ કરુણા અહીં વરસાવે
ઓ સ્વામી તુજ કરુણા અહીં વરસાવે
સ્વામી તુજ નંબર એવો કે વાત ના સ્થૂળ મુજથી થાય
સ્વામી તુજ નંબર એવો કે
સ્વામી સીમંધર સ્વામી સીમંધર
એક વાત કહેવાની રહી બાકી
એક વાત કહેવાની રહી બાકી
સ્વામી ભક્તિ હજુ છે મારી રે કાચી
સ્વામી ભક્તિ હજુ છે મારી રે કાચી
ઓ સ્વામી તો યે તુજ પાસ બોલાવજો
ઓ સ્વામી દર્શનની એક જ આશ જો
સ્વામી તુજ નંબર એવો કે વાત ના સ્થૂળ મુજથી થાય
સ્વામી તુજ નંબર એવો કે
સ્વામી સીમંધર સ્વામી સીમંધર