સ્વામી સીમંધરને શરણે હું આવ્યો
સ્વામી સીમંધરના શરણે હું આવ્યો મુક્તિના પદને પામ્યો

જો જો મારા સ્વામી સીમંધરનો નઝારો નઝારો
સીમંધરના શરણે હું આવ્યો મુક્તિના પદને પામ્યો

ગંગા જમનાની જળજારી ભરાવીશું
કેસર ચંદનના કટોરા મંગાવીશું
જો જો ફૂલડાંનો હાર રહી જાય ના
સીમંધરના શરણે આવ્યો
સ્વામી સીમંધરના શરણે હું આવ્યો મુક્તિના પદને પામ્યો
કાનોમાં કુંડલ સોનાનાં પહેરાવીશું
રેશમનાં ફૂમતા બાજુબંધે બંધાવીશું
જો જો હીરલે મઢેલ મુગટ ભૂલાય ના
સીમંધરના શરણે આવ્યો
સ્વામી સીમંધરના શરણે હું આવ્યો મુક્તિના પદને પામ્યો
અહીંયાંને અહીંયાં મોક્ષ વર્તાય છે
દાદાની જ્ઞાનવિધિનો પ્રતાપ છે
જો જો જ્ઞાનવિધિ જીવનમાં રહી જાય ના
સીમંધરના શરણે આવ્યો
સ્વામી સીમંધરના શરણે હું આવ્યો મુક્તિના પદને પામ્યો
શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા જોવાય જાય
અભેદ દ્રષ્ટિ ત્યારે જ વર્તાય જાય
જો જો પ્રેમ સ્વરૂપ થવાનું ભૂલાય ના
સીમંધરના શરણે આવ્યો
સ્વામી સીમંધરના શરણે હું આવ્યો મુક્તિના પદને પામ્યો
બીજાનાં દોષો કદીયે જોવાય ના
નિજદોષ દેખે કરમ બંધાય ના
જો જો જગ નિર્દોષ જોવાનું ભૂલાય ના
સીમંધરના શરણે આવ્યો
સ્વામી સીમંધરના શરણે હું આવ્યો મુક્તિના પદને પામ્યો
આઈ અને માય ની દિવાલો ચણાઈ ગઈ
વીતરાગ સ્યાદવાદ વાણી પરખાઈ ગઈ
જો જો દાદાની પાંચ આજ્ઞા ભૂલાય ના
સીમંધરના શરણે આવ્યો
સ્વામી સીમંધરના શરણે હું આવ્યો મુક્તિના પદને પામ્યો
દાદા દર્શને સીમંધર હાજર છે
દર્શન કરતા જ અનેરો પાવર છે
જો જો સીમંધરના દર્શન રહી જાય ના