સ્થૂળમાંથી સૂક્ષ્મ
સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ પેસાડે
સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ પેસાડે બારમીનાં આપ્તવચન
સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ પેસાડે બારમીનાં આપ્તવચન
નથી માત્ર પઠન કાજે માંગે ઊંડું પરમ અર્થઘટન ઊંડું પરમ અર્થઘટન
આજ્ઞાઓનું મહત્ત્વ સ્વચ્છંદ નિર્મૂલન
શીરે દાદા લઈ લે મોક્ષ સુધીનું સંરક્ષણ મોક્ષ સુધીનું સંરક્ષણ
જ્ઞાતા દ્રષ્ટા સહેજે સંપ્રાપ્ય શુદ્ધ ઉપયોગનું નિરાવરણ
બારમા ગુણસ્થાનધારીઓ પામો અનંત ભેદી આ સમજણ અનંત ભેદી આ સમજણ
પ્રગતિના સોપાન ચઢાવે શિખરે લક્ષ દ્રઢીકરણ
એક જ શબ્દ પચ્યે મંડાવે મોક્ષના ગભારે પગરણ મોક્ષના ગભારે પગરણ
અહો અહો દાદા તમારું વચનબળ શબ્દેશબ્દ ભેદે આવરણ
વામણી લાગે પ્રચંડ શક્તિ અજમાવી જે પોખરણ અજમાવી જે પોખરણ
જ્ઞાનીની જાગૃતિની ઝલકો ઝૂકાવે શીષ જ્ઞાની ચરણ
અહો અહોની અશ્રુધારા વાંચતા ન સુકાવા દે નયન ન સુકાવા દે નયન
બારમું ગુંઠાણું વ્યવહારથી પામવા કરો નિત્ય આરાધન
બારમી આપ્તવાણી કાજે મહાત્માઓને વિનવણ મહાત્માઓને વિનવણ
જાગૃતિ યજ્ઞની અકલ્પ્ય સામગ્રીઓનું કલેક્શન
સમર્પણ સમર્પણ અક્રમ મહાત્માઓને સમર્પણ મહાત્માઓને સમર્પણ
સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ પેસાડે બારમીનાં આપ્તવચન
સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ પેસાડે બારમીનાં આપ્તવચન
નથી માત્ર પઠન કાજે માંગે ઊંડું પરમ અર્થઘટન ઊંડું પરમ અર્થઘટન