સ્થૂલ દેહ તણુ આવરણ
સ્થૂળદેહ તણુ આવરણ તૂટતા સૂક્ષ્મ સ્વરૂપ નીરૂમા
બમણું કરે છે કલ્યાણ
શુદ્ધજ્ઞાનતણી ગંગા વહાવી જ્યોતથી જ્યોત જલી
નીરૂમાઈ જગકલ્યાણી
નીરૂમાઈ જગકલ્યાણી
વર્લ્ડમાં ફેલાવ્યું તે દાદાઈ અક્રમજ્ઞાન
ઓ માડી કરીયે તને કરોડો વંદન સ્વીકાર
ઓ માડી કરીયે તને કરોડો વંદન સ્વીકાર
દુનિયા ભરમાં ફરીને માડી તમે ઘર ઘર પહોંચીને
જગને ધર્યું વિજ્ઞાન
સ્થૂળદેહ તણુ આવરણ તૂટતા
સૂક્ષ્મ સ્વરૂપ નીરૂમા બમણું કરે છે કલ્યાણ
બમણું કરે છે કલ્યાણ
ગુંચવાળા લઈ આવે મુમુક્ષુ કે મહાત્મા
સમાધાન સહુના કરે અક્રમ વીરડીઅરે
સમાધાન સહુના કરે અક્રમ વીરડીઅરે
દાદાજી બોલે છે મહીંથી કહી કર્તા ન ઠરે
અકર્તા પદમાં રહે
દાદાજી બોલે છે મહીંથી કહી કર્તા ન ઠરે
અકર્તા પદમાં રહે
અકર્તા પદમાં રહે
સપનામાં આવી જઈ સંકેતો આપી ગઈ
અમે ગ્યા જ નથી કંઈ હાજર કાયમ અહીં
અમે ગ્યા જ નથી કંઈ હાજર કાયમ અહીં
દીલથી જ્યારે મને યાદ કરશો દઈશુ દર્શન મહીં
ઓહોહો કરૂણામય
દીલથી જ્યારે મને યાદ કરશો દઈશુ દર્શન મહીં
ઓહોહો કરૂણામય
ઓહોહો કરૂણામય
બસ આટલી વિનતી સાંભળ અમારી માઁ
સ્વરૂપ પ્રેમતણું આપજો આપના જેવું
સ્વરૂપ પ્રેમતણું આપજો આપના જેવું
કરોડોના દિલમાં વાસ માડી તમે અક્રમના મલ્લિનાથ
નીરૂમાં તણો જયકાર
કરોડોના દિલમાં વાસ માડી તમે અક્રમના મલ્લિનાથ
નીરૂમાં તણો જયકાર
નીરૂમાં તણો જયકાર
નીરૂમાં તણો જયકાર
નીરૂમાં તણો જયકાર