સીમંધર સ્વામીની પ્રગટાવો દીપમાળ
સીમંધર સ્વામીની પ્રગટાવો દીપમાળ
સ્વરૂપ પ્રકાશના રેલાવો અજવાસ
સીમંધર સ્વામીની પ્રગટાવો દીપમાળ
દીવડો પ્રથમ દાદા સાક્ષીએ નમસ્કાર
સ્વીકારો સ્વામી વિદારો અંધકાર
સીમંધર સ્વામીની પ્રગટાવો દીપમાળ
દીવડો બીજો પંચઆજ્ઞા પરાત્પર
નિર્જરા કર્મની થાયે એકાવતાર
સીમંધર સ્વામીની પ્રગટાવો દીપમાળ
દીવડો ત્રીજો નિજદોષ જ દેખભાળ
પ્રતિક્રમણે પ્રકૃતિની સહજતા ઉજમાળ
સીમંધર સ્વામીની પ્રગટાવો દીપમાળ
દીવડો ચોથો મોક્ષ જ નિર્ધાર
સ્વામીના દર્શને થાયે સમય સાર
સીમંધર સ્વામીની પ્રગટાવો દીપમાળ
દીવડો પંચમ પૂર્ણ કેવળજ્ઞાન
સિદ્ધશીલા ક્ષેત્રે શાશ્વત પ્રકાશમાન
સીમંધર સ્વામીની પ્રગટાવો દીપમાળ
સીમંધરી દરબાર સ્વરૂપે શોભાયમાન
દાદાઈ દીવડા ત્યાં સ્વરૂપે પ્રકાશમાન
સીમંધર સ્વામીની પ્રગટાવો દીપમાળ
સીમંધર સ્વામીની પ્રગટાવો દીપમાળ
સ્વરૂપ પ્રકાશના રેલાવો અજવાસ
સીમંધર સ્વામીની પ્રગટાવો દીપમાળ
સીમંધર સ્વામીની પ્રગટાવો દીપમાળ
સીમંધર સ્વામીની પ્રગટાવો દીપમાળ
સીમંધર સ્વામીની પ્રગટાવો દીપમાળ
સીમંધર સ્વામીની પ્રગટાવો દીપમાળ