સીમંધર સ્વામી પ્રભુ પલ પલ તમને નમું
સૌના વીતરાગ પ્રભુ જ્ઞાનીની ભક્તિ પામું
સીમંધર સ્વામી પ્રભુ પલ પલ તમને નમું
જ્ઞાની જોડાવે આપનો સંગ
જ્ઞાની જોડાવે આપનો સંગ
આજ્ઞા ધરમનો અનેરો રંગ
સૌને દર્શન દેજો કરૂણાના સાગર અહો
સીમંધર સ્વામી પ્રભુ પલ પલ તમને નમું
ભરત ક્ષેત્રે બહુ એ રઝળીયો
ભરત ક્ષેત્રે બહુ એ રઝળીયો
દુષમન કળિકાળે બહુ એ સતાવ્યો
વિરહાજ્ઞી ઠરે છે નાથ અપૂર્વ જ્ઞાનીની આણ
સીમંધર સ્વામી પ્રભુ પલ પલ તમને નમું
પ્રત્યક્ષ બોધ વિના ઉપજે ના પરિણામ
પ્રત્યક્ષ બોધ વિના ઉપજે ના પરિણામ
તેથી ભરજો શક્તિઓ પ્રત્યેક પ્રત્યક્ષમાં
તેથી ભરજો શક્તિઓ પ્રત્યેક પ્રત્યક્ષમાં
ધ્યેયના ધ્યાતા અહો સજીવન મૂર્તિ અહો
સીમંધર સ્વામી પ્રભુ પલ પલ તમને નમું
અગુરુ અલઘુ ત્વમ કૃપાથી
અગુરુ અલઘુ ત્વમ કૃપાથી
સમભાવે નિકાલ જ્ઞાની કૃપાથી
પલ પલ આજ્ઞામાં રહું મૂળ મોક્ષદાની અહો
સીમંધર સ્વામી પ્રભુ પલ પલ તમને નમું
પ્રજ્ઞાવંતી અલૌકિક પ્રયાણ
પ્રજ્ઞાવંતી અલૌકિક પ્રયાણ
સમભાવી મુક્તિનું અક્ષર લક્ષણ
વીતરાગી ધર્મ અહો ધર્મ પ્રતિક અહો
સીમંધર સ્વામી પ્રભુ પલ પલ તમને નમું
સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતાં
સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતાં
અણુ પરમાણુ ચરણે ધરતાં
ભાવ વિજ્ઞાન અહો શુદ્ધ ચિદ્રુપ અહો
સીમંધર સ્વામી પ્રભુ પલ પલ તમને નમું
તારું જ સ્વરૂપ મુજમાં મેં દીઠું
તારું જ સ્વરૂપ મુજમાં મેં દીઠું
શ્રેય સિદ્ધ મહાપદ ઊભું કીધું
અનન્ય શરણું અહો આજ્ઞા ધર્મ અહો
સીમંધર સ્વામી પ્રભુ પલ પલ તમને નમું
સૌના વીતરાગ પ્રભુ જ્ઞાનીની ભક્તિ પામું
પલ પલ તમને નમું
પલ પલ તમને નમું
પલ પલ તમને નમું