સીમંધર સ્વામી અમને દર્શન આપજો
સીમંધર સ્વામી અમને દર્શન આપજો
નયણે વસી નિત શમણે પધારજો
સીમંધર સ્વામી અમને દર્શન આપજો
કેસર ચંદન ઘોળી સ્નાન કરાવું
કુમકુમ અક્ષત ભાલ તીલક લગાવું
ભાવફૂલ્લ પુષ્પોના હારલા પહેરાવું
ઉરના આસન્ન પર પ્રભુ પધારજો
સીમંધર સ્વામી અમને દર્શન આપજો
સીમંધર સ્વામી અમને દર્શન આપજો
સોને મઢયા મોર મુકુટ સજાઉં
રત્ને જડયા કાન કુંડળ પહેરાવું
લાખ લાખ દીવડાની આરતી ઉતારું
ઉરના આસન પર પ્રભુ પધારજો
સીમંધર સ્વામી અમને દર્શન આપજો
નવે અંગોની નિત પૂજા કરીને
મન વચ કાયા ચરણે ધરીને
સર્વસ્વ સ્વામી ચરણે સમર્પીં
શુદ્ધ સ્વરૂપે આયખું ઉજાળજો
સીમંધર સ્વામી અમને દર્શન આપજો
દાદાની આજ્ઞા છે લક્ષ અમારું
કેવળ મોક્ષનું જ કીધું નિયાણું
ઝંખું છું સ્વામી હવે શરણું તમારું
કૃપા કરી મહાવિદેહે સ્થાપજો
સીમંધર સ્વામી અમને દર્શન આપજો
દસ લાખ વર્ષે અક્રમ ખૂલ્યું
દાદાની કૃપાએ સ્વરૂપ લાધ્યું
જ્ઞાનીના સીક્કા સહ વિદેહે આવીશું
સમોવસરણમાં સીટ રિઝર્વ રાખજો
જ્ઞાનીના સીક્કા સહ વિદેહે આવીશું
સમોવસરણમાં સીટ રિઝર્વ રાખજો
સીમંધર સ્વામી અમને દર્શન આપજો
સીમંધર સ્વામી અમને દર્શન આપજો
નયણે વસી નિત શમણે પધારજો
સીમંધર સ્વામી અમને દર્શન આપજો
સીમંધર સ્વામી અમને દર્શન આપજો
નયણે વસી નિત શમણે પધારજો
સીમંધર સ્વામી અમને દર્શન આપજો
સીમંધર સ્વામી અમને દર્શન આપજો