શું શું વાતુંના જાણનારા જ્ઞાનીજી મારા ઝીણી વાતુંના જાણનારા
પૂછ્યા વિના સૌ બોલવા માંડે પૂછે તો બોલનારા
પૂછ્યા વિના સૌ બોલવા માંડે પૂછે તો બોલનારા
હા કરણી વિના સૌ કથણી માંડે
કરણી વિના સૌ કથણી માંડે ઈ તો વરતીને વરતાવનારા
જ્ઞાનીજી મારા ઝીણી વાતુંના જાણનારા
ઝીણી ઝીણી વાતડીને ઝીણી સમજણે ઓ
ઝીણી ઝીણી વાતડીને ઝીણી સમજણે ઝીણવટથી જોનારા
શાસ્તરમાં કયાંય ગોત્યા જડે નંઈ એવા
શાસ્તરમાં કયાંય ગોત્યા જડે નંઈ એવા ભીતરના ભેદ ખોલનારા
જ્ઞાનીજી મારા ઝીણી વાતુંના જાણનારા
એના બોલ્યામાં મીનમેખ ન મળે ઓ
એના બોલ્યામાં મીનમેખ ન મળે જોઈ જાણીને બોલનારા
હા કોઈ ધરમનું પ્રમાણ દુભાય નહીં એવી
કોઈ ધરમનું પ્રમાણ દુભાય નહીં એવી સ્યાદવાદ વાણી વદનારા
જ્ઞાનીજી મારા ઝીણી વાતુંના જાણનારા
મનથી ભાંગેલાના ભેરૂ થનારા ઓ
મનથી ભાંગેલાના ભેરૂ થનારા પડયાને ઉંચકનારા
હા કંઈક જનમારાના ભૂલ્યાં ભટકયાંને
કંઈક જનમારાના ભૂલ્યાં ભટકયાંને મોક્ષને મારગ લઈ જનારા
જ્ઞાનીજી મારા ઝીણી વાતુંના જાણનારા
એક જ કલાકમાં અજ્ઞાન બાળીને ઓ
એક જ કલાકમાં અજ્ઞાન બાળીને આત્મા જગાવનારા
હા એક જ અવતારમાં ગેરંટી મોક્ષની
એક જ અવતારમાં ગેરંટી મોક્ષની ભવની ભાવક ભાંગનારા
જ્ઞાનીજી મારા ઝીણી વાતુંના જાણનારા
પ્રેમમાં એનાં ઘાટ મળે નહીં ઓ
પ્રેમમાં એનાં ઘાટ મળે નહીં અખૂટ પ્રેમની ધારા
હા સંસારી વેશ પણ ગેબી ગજબનાક
સંસારી વેશ પણ ગેબી ગજબનાક પ્રત્યક્ષ પ્રેમ સ્વરૂપ પ્યારા
જ્ઞાનીજી મારા ઝીણી વાતુંના જાણનારા
અથડામણને ટાળે સદાયે ઓ
અથડામણને ટાળે સદાયે આડા ન ક્યાંય આવનારા
હા જગના ઝેર ઘૂંટ જીરવી જઈને
જગના ઝેર ઘૂંટ જીરવી જઈને નિલકંઠ પદ વરનારા
જ્ઞાનીજી મારા ઝીણી વાતુંના જાણનારા
પોતે રોપેલો છોડવો ઉખેડે નંઈ ઓ
પોતે રોપેલો છોડવો ઉખેડે નંઈ ફેરવી રેલ નાંખનારા
હા હાથ ઝાલ્યો એને પડવા ના દિએ દાદા
હાથ ઝાલ્યો એને પડવા ના દિએ દાદા આડા હાથ દેનારા
જ્ઞાનીજી મારા ઝીણી વાતુંના જાણનારા
સુખનાં તો હોય સૌ સંગાથી ઓ
સુખનાં તો હોય સૌ સંગાથી દુઃખડાં વહોરનારા
હા શરણાગતના બાળીને પાપ બધાં
શરણાગતના બાળીને પાપ બધાં હાથમાં મોક્ષ દેનારા
જ્ઞાનીજી મારા ઝીણી વાતુંના જાણનારા
બાળક જેવા અબુધ એવા ઓ
બાળક જેવા અબુધ એવા નાનાથી નાના થઈ રેનારા
હા વાળો તેમ વળે એવા સીધા ને સાદા
વાળો તેમ વળે એવા સીધા ને સાદા કાળ કળીને નાથનારા
જ્ઞાનીજી મારા ઝીણી વાતુંના જાણનારા
ભગવાન પણ જેને ઉપરી માને ઓ
ભગવાન પણ જેને ઉપરી માને ઉપરી નાય ઉપરવાળા
હા પતીત પાવન રામ અવતાર બીજા
પતીત પાવન રામ અવતાર બીજા પથરા તરાવનારા
જ્ઞાનીજી મારા ઝીણી વાતુંના જાણનારા
શુદ્ધાત્માનું લક્ષ અહનિર્શ ઓ
શુદ્ધાત્માનું લક્ષ અહનિર્શ સ્વરૂપમાં જ રહેનારા
હા દર્શન કરતાં દિલડાં ઠારે એવા
દર્શન કરતાં દિલડાં ઠારે એવા મોક્ષમાં જ મહાલનારા
જ્ઞાનીજી મારા ઝીણી વાતુંના જાણનારા
દસ લાખ વરસે નિયતિ લાવે એવા ઓ
દસ લાખ વરસે નિયતિ લાવે એવા અક્રમ જ્ઞાની અણધાર્યા
હા લિફટમાં બેસાડીને મોક્ષે પહોંચાડતા
લિફટમાં બેસાડીને મોક્ષે પહોંચાડતા અક્રમ માર્ગ ખોલનારા
જ્ઞાનીજી મારા ઝીણી વાતુંના જાણનારા
ઓળખી લેજો મોક્ષખપી સૌ
ઓળખી લેજો મોક્ષખપી સૌ અંતીમ ચાળણો અલૌકિક
હા ત્રણ ત્રણ યુગના ચાળી ચળામણ
ત્રણ ત્રણ યુગના ચાળી ચળામણ કાંકરેથી ઘઉં ચાળનારા
જ્ઞાનીજી મારા ઝીણી વાતુંના જાણનારા
શું શું વાતુંના જાણનારા જ્ઞાનીજી મારા ઝીણી વાતુંના જાણનારા
શું શું વાતુંના જાણનારા જ્ઞાનીજી મારા ઝીણી વાતુંના જાણનારા
શું શું વાતુંના જાણનારા જ્ઞાનીજી મારા ઝીણી વાતુંના જાણનારા