શું કહું દાદા તમોને વાણી અંકિત આજ હૃદયે
આપ્યું આ વિશ્વ સકલમાં રૂપાંતર સ્વરૂપમાં આજે
શ્વાસ પણ ખર્ચાય કેવળ આપની આજ્ઞામાં ક્ષણે
શું કહું દાદા તમોને વાણી અંકિત આજ હૃદયે
વિષયોની વહેમી વ્યાકુળતા કષાયોના વાદળ વિખર્યાં
અભેદતાના મૂળ સિદ્ધાંતો ખિલી ઉઠયા જ્ઞાની નિશ્રામાં
સમજથી શુદ્ધ બ્રહ્મચર્ય પ્રાપ્ત થયું અમને આજે
શું કહું દાદા તમોને વાણી અંકિત આજ હૃદયે
આપ્યું આ વિશ્વ સકલમાં રૂપાંતર સ્વરૂપમાં આજે
શ્વાસ પણ ખર્ચાય કેવળ આપની આજ્ઞામાં ક્ષણે
વિરહની વહેતી ઘટમાળો ન માંગુ તમારી ક્ષણો
ર્સ્પશેલી પળોને ઝીલી કામ કાઢી લઉં એકાવતારે
કાળ કર્મ ને માયા થંભી જાય જ્ઞાનીના સુચરણે
શું કહું દાદા તમોને વાણી અંકિત આજ હૃદયે
આપ્યું આ વિશ્વ સકલમાં રૂપાંતર સ્વરૂપમાં આજે
શ્વાસ પણ ખર્ચાય કેવળ આપની આજ્ઞામાં ક્ષણે
જ્ઞાની સમીપની ક્ષણો અમારી પૂંજી છે જન્મો જનમની
જ્ઞાની હુંફે વહી રહી આરાધના આ સંયમ પથની
સર્વ બંધનો ને છેદી પ્રત્યક્ષ પંથે પ્રવેશી
પ્રત્યક્ષની પરંપરા અખંડ રહે વચન આપો
પ્રત્યક્ષની પરંપરા અખંડ રહે વચન આપો