શમણું સોહામણું મેં મહાવિદેહ ભાળ્યુ
શમણું સોહામણું મેં મહાવિદેહ ભાળ્યું
શમણું સોહામણું મેં મહાવિદેહ ભાળ્યું
દાદા સીમંધર સંગે મેં તો કરી વાત્યું
દાદા સીમંધર સંગે મેં તો કરી વાત્યું
શમણું સોહામણું મેં મહાવિદેહ ભાળ્યું
શમણું સોહામણું મેં મહાવિદેહ ભાળ્યું
જન્મ્યો તો વિદેહમાં નાનો નાનો હું
સ્વામી તો મોટા મોટા મોટા મોટા જોઉં
જન્મ્યો તો વિદેહમાં નાનો નાનો હું
સ્વામી તો મોટા મોટા મોટા મોટા જોઉં
દર્શન કરાવવાને મમ્મી ડેડી લઈ ગયા
દર્શન કરાવવાને મમ્મી ડેડી લઈ ગયા
થતાં દર્શન મને મારા જ લાગ્યા
શમણું સોહામણું મેં મહાવિદેહ ભાળ્યું
દાદા સીમંધર સંગે મેં તો કરી વાત્યું
શમણું સોહામણું મેં મહાવિદેહ ભાળ્યું
દેવ દેવીઓ સ્વામી પાસ કેટલા રહેતા
નિત્યે હાજર રહીને એ સેવા કરતા
દેવ દેવીઓ સ્વામી પાસ કેટલા રહેતા
નિત્યે હાજર રહીને એ સેવા કરતા
સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ગણ્યા ના ગણાય
સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા ગણ્યા ના ગણાય
ગણધર તો ચોર્યાશી દિસે પ્રભુના પાય
શમણું સોહામણું મેં મહાવિદેહ ભાળ્યું
દાદા સીમંધર સંગે મેં તો કરી વાત્યું
શમણું સોહામણું મેં મહાવિદેહ ભાળ્યું
સમોસરણી ઠંડકમાં તો હૃદય થીજી ગ્યું
દેશના એ સાંભળતા તો જ્ઞાન પ્રગટ થયું
સમોસરણી ઠંડકમાં તો હૃદય થીજી ગ્યું
દેશના એ સાંભળતા તો જ્ઞાન પ્રગટ થયું
તૈયાર થયેલ મૂર્તિમાં વરખ ચોંટ્યા
તૈયાર થયેલ મૂર્તિમાં વરખ ચોંટ્યા
દષ્ટિ માત્ર પડતા એ પૂર્ણત્વે પહોંચ્યા
શમણું સોહામણું મેં મહાવિદેહ ભાળ્યું
દાદા સીમંધર સંગે મેં તો કરી વાત્યું
શમણું સોહામણું મેં મહાવિદેહ ભાળ્યું
કેવળજ્ઞાન પ્રગટ થાતા બ્રહ્માંડ ઝળક્યા
આનંદ આનંદ આનંદ આનંદ આનંદમાં ફરતા
કેવળજ્ઞાન પ્રગટ થાતા બ્રહ્માંડ ઝળક્યા
આનંદ આનંદ આનંદ આનંદ આનંદમાં ફરતા
દેહ સાથે મુક્તિ લઈને જીવન વહેતા
દેહ સાથે મુક્તિ લઈને જીવન વહેતા
કર્મ આયુષ્ય પૂરું થાતા સિદ્ધાણમ્ બનતા
શમણું સોહામણું મેં મહાવિદેહ ભાળ્યું
દાદા સીમંધર સંગે મેં તો કરી વાત્યું
શમણું સોહામણું મેં મહાવિદેહ ભાળ્યું
શમણું સોહામણું મેં મહાવિદેહ ભાળ્યું
દાદા સીમંધર સંગે મેં તો કરી વાત્યું
દાદા સીમંધર સંગે મેં તો કરી વાત્યું
શમણું સોહામણું મેં મહાવિદેહ ભાળ્યું
શમણું સોહામણું મેં મહાવિદેહ ભાળ્યું