સંસારના દુઃખોમાંથી છોડાવનારી વાણી
સંસારના દુઃખોમાંથી છોડાવનારી વાણી
વીતરાગની વાણી જેણે જાણી તેણે જાણી
વીતરાગની વાણી જેણે જાણી તેણે જાણી
સંસારના દુઃખોમાંથી છોડાવનારી વાણી
સંસારના દુઃખોમાંથી છોડાવનારી વાણી
અંતરદાહ શમાવે વાંચતા જ પ્રમાણી
અંતરદાહ શમાવે વાંચતા જ પ્રમાણી
તીર્થંકરી શૂર નૂર શબ્દોમાં સમાણી
તીર્થંકરી શૂર નૂર શબ્દોમાં સમાણી
તત્વદ્રષ્ટિ ખોલી આત્મા સર્વમાં દેખાણી
ન ભૂતો ન ભવિષ્યતિ અક્રમ ભેદ વિજ્ઞાની
સંસારના દુઃખોમાંથી છોડાવનારી વાણી
વીતરાગ વાણીના પરીક્ષકને એ સમજાણી
વીતરાગ વાણીના પરીક્ષકને એ સમજાણી
કેવળ સતના ચાહકોએ જ એને ભરપેટ માણી
કેવળ સતના ચાહકોએ જ એને ભરપેટ માણી
શબ્દે શબ્દે અદભૂત વચન બળ સમાણી
ભેદી પડળો પમાડે આત્મા નિરાવરણી
સંસારના દુઃખોમાંથી છોડાવનારી વાણી
વીતરાગ વિજ્ઞાન વહે જગતના ખૂણે ખૂણે
વીતરાગ વિજ્ઞાન વહે જગતના ખૂણે ખૂણે
શાસન દેવો રક્ષે નિમિત્તને ડાબે જમણે
શાસન દેવો રક્ષે નિમિત્તને ડાબે જમણે
દાદાવાણી નું પ્રાગટય સુભાગે સોંપાણી
આવો લૂંટો સુજ્ઞ વીતરાગ વાણીની લ્હાણી
સંસારના દુઃખોમાંથી છોડાવનારી વાણી
સંસારના દુઃખોમાંથી છોડાવનારી વાણી
વીતરાગની વાણી જેણે જાણી તેણે જાણી
વીતરાગની વાણી જેણે જાણી તેણે જાણી
સંસારના દુઃખોમાંથી છોડાવનારી વાણી
સંસારના દુઃખોમાંથી છોડાવનારી વાણી
સંસારના દુઃખોમાંથી છોડાવનારી વાણી