સંસારી માતા-પિતાના દૂર સુદૂર વાસ છે
આપ્તપુત્ર-પુત્રીઓ ને નિરૂમા માં જ નિવાસ છે
સંયમના મારગ છે ન્યારા હો ઓ સંયમના મારગ છે ન્યારા
નમો આપ્ત માતને
નમો આપ્ત માતને
નિરૂમા જ્ઞાન પારણું ઝૂલાવે
અજ્ઞાન પોઢે રે અજ્ઞાન પોઢે રે
શાશ્વત પ્રેમે માત હીંચોળે
શુદ્ધાત્મા જાગે રે
હુ લુ લુ હા હા રે
હુ લુ લુ હા હા રે
શાશ્વતી સ્નેહનાં હાલરડાં ગાતી
અંતરના અખૂટ અમીરસ પાતી
શાશ્વતી સ્નેહનાં હાલરડાં ગાતી
અંતરના અખૂટ અમીરસ પાતી
અજરામરનાં જ્ઞાન સુણાવે
મહીંલો જાગે રે
હુ લુ લુ હા હા રે
હુ લુ લુ હા હા રે
વીરતા ધરજો મારાં બાળ જીવનમાં
ધીરતા ગંભીરતા ધરજો વર્તનમાં
વીરતા ધરજો મારાં બાળ જીવનમાં
ધીરતા ગંભીરતા ધરજો વર્તનમાં
વિશુદ્ધ પ્રેમે જીવન સંવારજો
આ અવતારે રે
હુ લુ લુ હા હા રે
હુ લુ લુ હા હા રે
સંસારી સંબંધો નાટકીય જાણી
ચારિત્ર ગ્રહી થજો સંયમ ધારી
સંસારી સંબંધો નાટકીય જાણી
ચારિત્ર ગ્રહી થજો સંયમ ધારી
ક્ષણિક સુખ-વૈભવ ત્યજીને
બ્રહ્મચર્ય દીપાવજો રે
હુ લુ લુ હા હા રે
હુ લુ લુ હા હા રે
શક્કરીયા બફાયે ભરહાડે જગતમાં
ઠંડકમાં રેલાવજો વિશ્વે જીવનમાં
શક્કરીયા બફાયે ભરહાડે જગતમાં
ઠંડકમાં રેલાવજો વિશ્વે જીવનમાં
અજ્ઞાન દશામાં આથડતાં જગને
જ્ઞાનદીપક ધરજો રે
હુ લુ લુ હા હા રે
હુ લુ લુ હા હા રે
વિશ્વ આખું ગારવતામાં ગરક છે
રાગ-દ્વેષ તણા શકંજામાં વ્યસ્ત છે
વિશ્વ આખું ગારવતામાં ગરક છે
રાગ-દ્વેષ તણા શકંજામાં વ્યસ્ત છે
પરસત્તાપાશ માંથી છોડાવી જગને
સ્વ સત્તે સ્થાપજો રે
હુ લુ લુ હા હા રે
હુ લુ લુ હા હા રે
દસ લાખ વર્ષેે અક્રમ ખુલે
મહાપુન્યે પ્રત્યક્ષે ભેટે
દસ લાખ વર્ષેે અક્રમ ખુલે
મહાપુન્યે પ્રત્યક્ષે ભેટે
ચર્મચક્ષુધારી સહું જીવને
દિવ્ય દષ્ટિ દેજો રે
હુ લુ લુ હા હા રે
હુ લુ લુ હા હા રે
ગામે-ગામ શહેર-શહેર ફરી વળજો
અક્રમ કેરા ફોડ બતાવજો
ગામે-ગામ શહેર-શહેર ફરી વળજો
અક્રમ કેરા ફોડ બતાવજો
દાદાવાણીના અમૃત પાઈને
જ્ઞાનપંથ બતાવજો રે
હુ લુ લુ હા હા રે
હુ લુ લુ હા હા રે
મોક્ષને મારગ સંકટ જો આવે
ઉદયાધીન જો વીપરીત ડરાવે
મોક્ષને મારગ સંકટ જો આવે
ઉદયાધીન જો વીપરીત ડરાવે
સીંહની રણકે, ગાઈ સહુંને
શૂરવીરતા રેલાવજો રે
હુ લુ લુ હા હા રે
હુ લુ લુ હા હા રે
હુ લુ લુ હા હા રે
હુ લુ લુ હા હા રે