સંગમેશ્વર તારા પગલાં
સંગમેશ્વર તારા પગલા કોટી કોટીને ઉદ્ધારશે
તારી એક ઝલકનો જે પ્યાસી છે તેને પણ સાથે લઈ લેશે

સંગમેશ્વર તારા પગલા
તારી આંખોમાં અખૂટ પ્રેમ તારા ભાવોમાં કરુણા અગમ

તારા વેણ માટે હું શું લખું સર્વસ્વ જેને વરી ગયું
સંગમેશ્વર તારા પગલા
તારા પગલાની સુવાસ જ્યાં ફેલાવે મુક્તિનો નાદ ત્યાં

એવા અલૌકિક પરમાણુઓ
એવા અલૌકિક પરમાણુઓ પહોંચી જજો યુગ યુગમાં
સંગમેશ્વર તારા પગલા
બે અક્ષરે અક્ષરધામ બીજા અક્ષરોનું નથી રે કામ

એને દાદા નામે જાણ્યું હવે અનંત સુખનું મહીલું ધામ
સંગમેશ્વર તારા પગલા
વહે તારું આ વિજ્ઞાન આ દુનિયાની સહુ ભાષાઓમા

હે પ્રયોગી તારા પ્રયોગમાં આશ્વર્ય પણ અંજાઈ જશે