સાન હોઝેમાં ગુરુપૂનમે લાગે સહુને દાદા જ મારા
સાન હોઝેમાં ગુરુપૂનમે લાગે સહુને દાદા જ મારા
સાન હોઝેમાં ગુરુપૂનમે લાગે સહુને દાદા જ મારા
સાન હોઝેમાં ગુરુપૂનમે લાગે સહુને દાદા જ મારા
પૂર્ણ દાદા દર્શન દેતા આજે ઉતારે સહુના પારા
પૂર્ણ દાદા દર્શન દેતા આજે ઉતારે સહુના પારા
સાન હોઝેમાં ગુરુપૂનમે લાગે સહુને દાદા જ મારા
બોલો મહાત્માઓ ક્યારે ગણ્યું તમે
પૈસા કમાવું નિકાલી
બોલો મહાત્માઓ ક્યારે ગણ્યું તમે
પૈસા કમાવું નિકાલી
ભાવતા ભોજન નિકાલી માન્યા સમજુ આ તો બોલે ખાલી
તૃષા છીપાવા પીધા સાગર મીઠા નથી આ તો ખારા
સાન હોઝેમાં ગુરુપૂનમે લાગે સહુને દાદા જ મારા
યુ એસ એ નો મોહ કેટલો કાઢ્યો
ભારતે મૃત્યુ કોણે રે માંગ્યું
યુ એસ એ નો મોહ કેટલો કાઢ્યો
ભારતે મૃત્યુ કોણે રે માંગ્યું
દાદાની વાત તો સાવ રે ભૂલ્યાં કરુણા નીતરે હૃદયે વાગ્યું
અમ ભૂમિ ભારતનું વરદાન દાદા વ્હારે છેલ્લે તારા
સાન હોઝેમાં ગુરુપૂનમે લાગે સહુને દાદા જ મારા
બેન્ક ને શેર ને મ્યુચ્યુઅલ ફંડમાં
જમા તમે કેટલું કરીયું
બેન્ક ને શેર ને મ્યુચ્યુઅલ ફંડમાં
જમા તમે કેટલું કરીયું
હિસાબ દો તમે આજે મને સહુ શુદ્ધાત્મા ખાતે શું વધીયું
દાદા મળ્યા છતાં એળે રે જાશે આવા ને આવા જન્મારા
સાન હોઝેમાં ગુરુપૂનમે લાગે સહુને દાદા જ મારા
હની મની ને સની ને બેનીને
સમર્પી દ્યો દાદા ચરણે
હની મની ને સની ને બેનીને
સમર્પી દ્યો દાદા ચરણે
હજી રહ્યા જો સંસાર શરણે રાચી રહ્યો સદા ભાવ મરણે
દાદા દર્શન આજ કરીને કાઢી લેજો કામ પ્યારા
સાન હોઝેમાં ગુરુપૂનમે લાગે સહુને દાદા જ મારા
ઘર ને વરને રીપેર કરવા
હોમી આત્માની લક્ષ્મી
ઘર ને વરને રીપેર કરવા
હોમી આત્માની લક્ષ્મી
મહીં સમું તું કરીશ ક્યારે પ્રકૃતિ ભારે વસમી
પ્રકૃતિથી છુટવા માટે અક્રમના મારગ છે ન્યારા
સાન હોઝેમાં ગુરુપૂનમે લાગે સહુને દાદા જ મારા
આવતી સાલ જો નહીં સુધરો તો
દાદા તમોથી રીસાઈ જશે
આવતી સાલ જો નહીં સુધરો તો
દાદા તમોથી રીસાઈ જશે
ગુરુપૂનમે નહીં આવે દાદા પ્રોમિસ આપીને લ્યો કૃપા
નહીં જાગો તો ખોશો તમારું ન મલે બીજા તારણહારા
સાન હોઝેમાં ગુરુપૂનમે લાગે સહુને દાદા જ મારા
(મહાત્માઓ ઉવાચ)
જેવા છે તેવા તમારા શરણે
સમાવી લો કરુણાના સાગર
જેવા છે તેવા તમારા શરણે
સમાવી લો કરુણાના સાગર
ઢબ્બુઓના તારક કળિકાળે ભૂલકાઓના હે ગ્રાન્ડ ફાધર
નહીં છોડીએ તમારા ચરણો પંપાળો કે બૂટથી મારો
સાન હોઝેમાં ગુરુપૂનમે લાગે સહુને દાદા જ મારા