સજ્જ છીએ આજે અમે યુવાનો દાદાના જોશીલા વારસદારો
ભેખ લક્ષ સુધી પહોંચવાનો કેમે કરી પાર પામવાનો

જીવન અમારું વહે જગ કલ્યાણે
જગને દાદા ઓળખાવવાને અક્રમ ઝંડો ફરકાવવાને
જ્ઞાન ગુપ્ત રહે પોષાય ના જ્ઞાની હૃદયમાં રહી જાય ના

દાદાના અક્રમ વિજ્ઞાનને જેમ છે તેમ આ દુનિયાને
પહોંચાડીશું આજ અવતારે જંપશું એ વિના નહીં લગારે

સીમંધર સ્વામીના શરણને જગ આખું પામે એ અભિયાન રે
અર્પીશું મન વચન કાયાને એ જ એકમેવ ભાવના રે