સહજતાના સાધનની અમૂલ્ય વાણી
સહેજે જ સૂણતા સહજતા જ સાધી
સહજતાના સાધનની અમૂલ્ય વાણી
સહેજે જ સૂણતા સહજતા જ સાધી
સમજજો આ શબ્દને કરવા ન જાશો
અપ્રયત્ન દશા સહજાત્માની
સહજતાના સાધનની
જાગૃતિમાં કરવાનું રહ્યું નહીં
અજાગૃતને પ્રયત્નો કરવાના
જાગૃતિમાં કરવાનું રહ્યું નહીં
અજાગૃતને પ્રયત્નો કરવાના
કરે છે વ્યવસ્થિત સમજાશે જ્યારે
સહેજે સમાધિ વર્તાતી રહેશે
સહજતાના સાધનની
કરનારાનો અર્થ જ ગુહ્ય
અહમ કરનારો અહમની જ ભ્રાંતિ
કરનારાનો અર્થ જ ગુહ્ય
અહમ કરનારો અહમની જ ભ્રાંતિ
મન વચ કાયાની સહજ ક્રિયા
અનાયાસ દશા અહમ વિલયની
સહજતાના સાધનની
સહજ વર્તન સહજ વાણી
ટેપરેકર્ડ વાગી જો આવી
સહજ વર્તન સહજ વાણી
ટેપરેકર્ડ વાગી જો આવી
સહજ આનંદ સહેજે રહેશે
ત્રીજી આજ્ઞા વર્તાશે ત્યારે
સહજતાના સાધનની અમૂલ્ય વાણી
સહેજે જ સૂણતા સહજતા જ સાધી
સમજજો આ શબ્દને કરવા ન જાશો
અપ્રયત્ન દશા સહજાત્માની
સહજતાના સાધનની