રે ભૂતકાળ શીદને આજે ફરી તું સતવે રે
રે ભૂતકાળ શીદને આજે ફરી તું સતવે રે
અઘટિત વિચાર જે તે આજ શીદ ઉદભવે રે
રે ભૂતકાળ શીદને આજે ફરી તું સતવે રે
અઘટિત વિચાર જે તે આજ શીદ ઉદભવે રે
ભૂત સમજીને રે ભૂતકાળ તને ફગવ્યો તો રે
ભૂત સમજીને રે ભૂતકાળ તને ફગવ્યો તો રે
તોય તું આજ ફરી ફરી ક્યાંથી આવ્યો જો રે
રે ભૂતકાળ શીદને આજે ફરી તું સતવે રે
અઘટિત વિચાર જે તે આજ શીદ ઉદભવે રે
માન્યું મેં તું હતો સુખ સરિતાની અનંત છોળો
માન્યું મેં તું હતો સુખ સરિતાની અનંત છોળો
વા હતો તું દુઃખ દરિયાથી વિપુલ ડહોળો
જેવો હતો તેથી શું છે તો તું ભૂતકાળ
હોય એમાંનું એકેય બિન્દુ તો તું બતાડ
રે ભૂતકાળ શીદને આજે ફરી તું સતવે રે
અઘટિત વિચાર જે તે આજ શીદ ઉદભવે રે
વ્હાલા ને દોહેલાનો હતો જે અપૂર્વ સંયોગ
વ્હાલા ને દોહેલાનો હતો જે અપૂર્વ સંયોગ
આજ થઈ પડયો છે આ ભવનો અસહય વિયોગ
સંયોગ વિયોગ વળી પાછો સંયોગ ને વિયોગ
આ કાયમનો ક્રમ નથી હવે જોઈતો યુગોયુગ
રે ભૂતકાળ શીદને આજે ફરી તું સતવે રે
અઘટિત વિચાર જે તે આજ શીદ ઉદભવે રે
આવતી કાલની આજ વળી નથી માંડવી મીટ
આવતી કાલની આજ વળી નથી માંડવી મીટ
જાણે કોણ હાસ્યનું કે રૂદનનું હશે એ ગીત
પ્રાપ્ત તજી અપ્રાપ્તની ચિંતા ધરે શીદને તું મને
નિજાનંદમાં આજ મસ્ત રહેતા થાય શું રે તને
રે ભૂતકાળ શીદને આજે ફરી તું સતવે રે
અઘટિત વિચાર જે તે આજ શીદ ઉદભવે રે
ભૂત સમજીને રે ભૂતકાળ તને ફગવ્યો તો રે
ભૂત સમજીને રે ભૂતકાળ તને ફગવ્યો તો રે
તોય તું આજ ફરી ફરી ક્યાંથી આવ્યો જો રે
રે ભૂતકાળ શીદને આજે ફરી તું સતવે રે
અઘટિત વિચાર જે તે આજ શીદ ઉદભવે રે