પૂકારી પૂકારી માંગુ હું સ્વામી
સ્વીકારી લ્યો ભક્તિ પ્રત્યક્ષતાની
પૂકારી પૂકારી માંગુ હું સ્વામી
સ્વીકારી લ્યો ભક્તિ પ્રત્યક્ષતાની
આજ્ઞા ધરમમાં પ્રવેશ પામી
પ્યાસી રહ્યો હવે છેલ્લી કૃપાની
પૂકારી પૂકારી માંગુ હું સ્વામી
મહીલી ઊંઘ ઊડી તારા વિરહમાં મહીંથી આપ ખેંચો
લગની રગમાં આવી રહ્યા દીવસો સર્વસ્વ પ્રભુના
હૃદયની ધડકણ ગણતી રીતમાં
વર્તમાની પળો અહંમ વિલય કાજે
એજ ભક્તિ એજ શક્તિ
પૂકારી પૂકારી માંગુ હું સ્વામી
તીર્થંધામમાં મસ્તક મૂકતા રણકાર વાગે તારી વાટની દોરના
અહંમ અથડામણમાં થાકેલો રાહી
રાહ જ જુએ માત્ર શુન્યતાની છેલ્લુ દર્શન નયનો મળતા
અહો અહો સ્વામી સીમંધરના
પૂકારી પૂકારી માંગુ હું સ્વામી
અજોડ એવા મારા પરમ જ્ઞાની દાદા નામે રહેતા રાહી
વિનયના કાચા પાત્ર અધુરા ડગલે ને પગલે ભુલો ભરેલાં
કરવાથી કાંઇ ના સુધરે જ જાણું
બાકી રહ્યું તે આપ જ જાણો
પૂકારી પૂકારી માંગુ હું સ્વામી
વિતરાગ મારાં કરોડોના સ્વામી ખુટતું તે પુરજો કલ્યાણકારી
સંગમેશ્વરની દેશના પામી સહેજે આવી રહ્યો ત્યાં હું સ્વામી
અનન્ય ભાવોનું ઘડાતું આ પુતળું
તારા જ શરણે લગની જ તારી
પૂકારી પૂકારી માંગુ હું સ્વામી
સ્વીકારી લ્યો ભક્તિ પ્રત્યક્ષતાની
આજ્ઞા ધરમમાં પ્રવેશ પામી
પ્યાસી રહ્યો હવે છેલ્લી કૃપાની
પૂકારી પૂકારી માંગુ હું સ્વામી
સ્વીકારી લ્યો ભક્તિ પ્રત્યક્ષતાની
પૂકારી પૂકારી માંગુ હું સ્વામી