પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ
મહાવિદેહ ક્ષેત્રી પ્રભુ સીમંધર સુણજો
અત્યંત ભક્તિથી પ્રાર્થના કરું છું
સનાતન મોક્ષમાર્ગ વિશ્વે સહજ પ્રાપ્ત હો
સનાતન મોક્ષમાર્ગ વિશ્વે સહજ પ્રાપ્ત હો
સામર્થ્ય સિદ્ધિવંતા મોક્ષમાર્ગી નેતા છો
સર્વે જ્ઞાની મહાત્માના પ્રગટ નિજ સ્વરૂપ છો
કળિકાળ તાપાગ્નિમાં હૃદયઠારક દર્શન છો
મુક્તિકામી જિજ્ઞાસુના પરમલક્ષ સ્વરૂપ છો
અખંડ અનંત સમાધિના દાતા છો
અક્રમિક અસંયતિ પ્રગટ મૂળ સત્ છો
પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ
મહાવિદેહ ક્ષેત્રી પ્રભુ સીમંધર સુણજો
કેમ કરી જીવાત્માઓ મોક્ષ કેડીને પામો
સર્વે જ્ઞાની મહાત્માઓ પૂર્ણ જ્ઞાનદશા પામો
દાદા થકી સર્વ જગત ધર્મ પુનરૂથ્થાન હો
સર્વ ધર્મ મૂળ વીતરાગ માર્ગે પ્રવર્તો
જગત આખું અલૌકિક પરમ શાંતિ અનુભવો
પ્રભુ એ જ કૃપા આશીષો કરુણા સંકેત પાઠવો
અત્યંત ભક્તિથી પ્રાર્થના કરું છું
સનાતન મોક્ષમાર્ગ વિશ્વે સહજ પ્રાપ્ત હો
મહાવિદેહ ક્ષેત્રી સ્વામી સીમંધર સુણજો
મુક્તિ અભિલાષી કાજ કરુણા વહેવડાવજો
પરિપૂર્ણ મોક્ષકામ નિર્વિઘ્ને પાર હો
આદિપુરુષ દાદાશ્રીની અવિરત ભજના હો
પ્રભુ આપ ચરણ સમીપે સિદ્ધદશા પ્રાપ્ત હો
અહો અહો વીતરાગ ત્રયકાળ વંદન હો
પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ
મહાવિદેહ ક્ષેત્રી પ્રભુ સીમંધર સુણજો
મહાવિદેહ ક્ષેત્રી પ્રભુ સીમંધર સુણજો
શાસનપ્રેમી દેવતાઓ સહાયતા આજ કરો
સહજ સ્વરૂપ શક્તિમાતા વિનંતીભાવ સુણજો
કલ્યાણી મોક્ષમાર્ગ ત્રિકાળ રક્ષા હો
વીર પ્રભુ શાસન શણગાર ઝળહળો
દસ લાખ વર્ષે પ્રગટ અક્રમિક માર્ગ દિપો
જગત આખું આરાધક બની મુક્તિમાર્ગ લહો
પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ
મહાવિદેહ ક્ષેત્રી પ્રભુ સીમંધર સુણજો
મહાવિદેહ ક્ષેત્રી પ્રભુ અરજ અમ સ્વીકારજો
દાદા પ્રેમી બાળકોના વિનંતીભાવ સુણજો
જગ કલ્યાણી અવતાર દાદાશ્રી પે કૃપા હો
સર્વત્ર આત્મ બોધ સુલભ પ્રાપ્ત હો
પરમાર્થ હિત કાજ અખંડ સત્સંગ હો
અનુપમ જ્ઞાનવાણી ફોડ ક્રિયાકારી હો
અત્યંત ભક્તિથી પ્રાર્થના કરું છું
સનાતન મોક્ષમાર્ગ વિશ્વે સહજ પ્રાપ્ત હો
પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ
મહાવિદેહ ક્ષેત્રી પ્રભુ સીમંધર સુણજો
અત્યંત ભક્તિથી પ્રાર્થના કરું છું
સનાતન મોક્ષમાર્ગ વિશ્વે સહજ પ્રાપ્ત હો
જગત આખું આરાધક બની મુક્તિ માર્ગ લહો
જગત આખું આરાધક બની મુક્તિ માર્ગ લહો
સર્વ ધર્મ મૂળ વીતરાગ માર્ગે પ્રવર્તો
સર્વ ધર્મ મૂળ વીતરાગ માર્ગે પ્રવર્તો
સનાતન મોક્ષ માર્ગ વિશ્વે સહજ પ્રાપ્ત હો
જય સચ્ચિદાનંદ જગત કલ્યાણ હો
જય સચ્ચિદાનંદ જગત કલ્યાણ હો
જય સચ્ચિદાનંદ જગત કલ્યાણ હો