પેલા ચાંદામામાને પૂછીએ
પેલા ચાંદામામાને પૂછીએ ટમટમતા તારાને પૂછીએ
સીમંધર સ્વામી ક્યાં મળે જોવા છે મારે એમને

સૂરજદાદાના કિરણો ફેલાય ચારે કોર રે
સૂરજદાદાના કિરણો ફેલાય ચારે કોર રે
ચાલો કિરણોને જઈ પૂછીએ સ્વામી અમને ક્યાં મળે
ચાલો કિરણોને જઈ પૂછીએ સ્વામી અમને ક્યાં મળે
પેલા ચાંદામામાને પૂછીએ ટમટમતા તારાને પૂછીએ
સીમંધર સ્વામી ક્યાં મળે સીમંધર સ્વામી ક્યાં મળે
સીમંધર સ્વામી ક્યાં મળે જોવા છે મારે એમને
રંગબેરંગી મેઘધનુષ આ પારથી પેલે પાર રે
રંગબેરંગી મેઘધનુષ આ પારથી પેલે પાર રે
ચાલો રંગોને જઈ પૂછીએ સ્વામી અમને ક્યાં મળે
ચાલો રંગોને જઈ પૂછીએ સ્વામી અમને ક્યાં મળે
પેલા ચાંદામામાને પૂછીએ ટમટમતા તારાને પૂછીએ
સીમંધર સ્વામી ક્યાં મળે સીમંધર સ્વામી ક્યાં મળે
સીમંધર સ્વામી ક્યાં મળે જોવા છે મારે એમને
આભમાં ઊંચે ઊંચે ઉડતા પંખી ક્યાંના ક્યાંય રે

ચાલો પંખીડાને પૂછીએ સ્વામી અમને ક્યાં મળે
ચાલો પંખીડાને પૂછીએ સ્વામી અમને ક્યાં મળે
પેલા ચાંદામામાને પૂછીએ ટમટમતા તારાને પૂછીએ
સીમંધર સ્વામી ક્યાં મળે સીમંધર સ્વામી ક્યાં મળે
સીમંધર સ્વામી ક્યાં મળે જોવા છે મારે એમને
ત્યાં તો દાદા સપને આવ્યા કહે ઝાલીને હાથ રે

અક્રમ એક્સપ્રેસમાં બેસી જા લઈ જાશે સ્વામી પાસે