પતિ પત્ની ના વ્યવહારમાં ખીટપીટો
બન્નેના હૃદયમાં કેમ કરી જલ્દી મીટો
પતિ પત્ની ના વ્યવહારમાં ખીટપીટો
બન્નેના હૃદયમાં કેમ કરી જલ્દી મીટો
ડાઈનીંગટેબલ હો કે હો બેડરૂમ
મારું કેમ ન માન્યું સંભળાય ત્યાં બૂમ
વન ફેમિલિ છતાં મારી તારી કંકાસ
ક્લેશ કષાયો આક્ષેપોને મારે ડંફાસ
રગડા ઝઘડા ઘર્ષણો વેરને બદલો
ધણીપણું ને શંકા કુશંકા ના પડળો
પતિ પત્ની ના વ્યવહારમાં ખીટપીટો
બન્નેના હૃદયમાં કેમ કરી જલ્દી મીટો
સમય વર્તે અસાવધ ક્યાં ગયા કોલ
સપ્તપદીનો શું સાર ફેંકે ગાળોના બોલ
અપેક્ષા વિષયાસક્તિ કરાવે કકળાટ
શુદ્ધપ્રેમ તે અઘટ અવધ અધાટ
સંબોધે દેવ દેવી એક બીજાને જ્યારે
સ્વર્ગ વર્તે ત્યાં બાળકો ને સંસ્કારે
પતિ પત્ની ના વ્યવહારમાં ખીટપીટો
બન્નેના હૃદયમાં કેમ કરી જલ્દી મીટો
દાદા એ જ્ઞાનદઈ સુધાર્યા સંબંધો
છૂટેછેડામાંથી ઉગારી પ્રસારી સુગંધો
અનેકોને બોધતીવાણી નું સંકલન
પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર અત્રે પ્રકાશન
ઘરમાંજ સ્વર્ગને પ્રેમમયજીવન
સ્થપવા આગ્રંથ પતિ પત્ની નેસર્મપણ
પતિ પત્ની ના વ્યવહારમાં ખીટપીટો
બન્નેના હૃદયમાં કેમ કરી જલ્દી મીટો (૫)