પંચ આજ્ઞાની જાગૃતિ
પંચ આજ્ઞાની જાગૃતિ એવી વર્તે મુમુક્ષુને
કોઇ કાળે ક્ષેત્રે ફરે નહીં ઠેઠ મોક્ષ સુધી
પંચ આજ્ઞાની જાગૃતિ એવી વર્તે રાત દિન
કોઇ કાળે ક્ષેત્રે ફરે નહીં ઠેઠ મોક્ષ સુધી
પંચ આજ્ઞાની
મનના વિચારોનો તો સમરંભની સુધી
મનના વિચારોનો તો સમરંભની સુધી
શુદ્ધ ચિત્ત ઉપયોગે ત્યાં ચોંટવું નહીં
આવી ગયા વિચારોને જોવું ને જાણવું
કોઇ જ સંયોગોમાં અવસ્થિત ના થવું
પંચ આજ્ઞાની જાગૃતિ એવી વર્તે રાત દિન
કોઇ કાળે ક્ષેત્રે ફરે નહીં ઠેઠ મોક્ષ સુધી
પંચ આજ્ઞાની
જીવન વ્યવહારના સહુ સિદ્ધ મંદિરોમાં
જીવન વ્યવહારના સહુ સિદ્ધ મંદિરોમાં
તત્ત્વ દષ્ટિ ઉપયોગે જો શુદ્ધ આત્મા
કોને રે દુઃખ દઇશ તું નિર્દોષ સહુને જો
કરુણા ફરી વીતરાગોની આ છેલ્લી દેશના
પંચ આજ્ઞાની જાગૃતિ એવી વર્તે રાત દિન
કોઇ કાળે ક્ષેત્રે ફરે નહીં ઠેઠ મોક્ષ સુધી
પંચ આજ્ઞાની
નિષ્કામ કર્મનો મર્મ બુદ્ધિથી કેમ જણાય
નિષ્કામ કર્મનો મર્મ બુદ્ધિથી કેમ જણાય
કરે છે તે કોણ છે તે ક્યાંથી સમજાય
અપૂર્વ જ્ઞાની ચરણે આ સહજ વર્તાય
સંપૂર્ણ શાંતિ દિવ્ય જ્યોતિ પરમ સુખ ધામ
પંચ આજ્ઞાની જાગૃતિ એવી વર્તે રાત દિન
કોઇ કાળે ક્ષેત્રે ફરે નહીં ઠેઠ મોક્ષ સુધી
પંચ આજ્ઞાની
સહજ દાદાત્માઓનો આ ભવ્ય પુરાવો
સહજ દાદાત્માઓનો આ ભવ્ય પુરાવો
સીમંધરી સભા આ આ ચોથા આરાની
તીર્થંકરો પણ જોવે છે જ્ઞાનીની વંશાવળી
સ્વયં ક્રિયાકારી આ મોક્ષાધિકારી
પંચ આજ્ઞાની જાગૃતિ એવી વર્તે રાત દિન
કોઇ કાળે ક્ષેત્રે ફરે નહીં ઠેઠ મોક્ષ સુધી
પંચ આજ્ઞાની જાગૃતિ એવી વર્તે રાત દિન
કોઇ કાળે ક્ષેત્રે ફરે નહીં ઠેઠ મોક્ષ સુધી
પંચ આજ્ઞાની