પદ્મનાભ પ્રભુની પ્રતિષ્ઠા
પદ્મનાભ પ્રભુની પ્રતિષ્ઠા
પરમ પરમાણુ પ્રમાણે પદ પંકજ પરમાર્થે(૨)
પ્રાણોમાં પુરણ પરમ પૂરાણો
પ્રીતિ પરમ વિનયની પદ પંકજે પરમાર્થે
પલની પ્રવાહી પલની આગાહી (૨)
ઠાણાંગ સુત્રમાં આ છે સમાણી
વીરના વીર એ જોઇને કહ્યું (૨)
તેના આ વીરોની અર્ચના
સ્વના સમયની સંજ્ઞા પદ્મનાભ
સમેટી લઇને શિખરે ચઢતાં (૨)
મુળ દિપકના દિપકની જયોતમાં
અહો વીતરાગ પ્રભુ તારું આગમન (૨)
પંચમ પરમેષ્ટિ પૂકારે પદ પંકજ પરમાર્થે પદ્મનાભ
પરમ વિશુદ્ધિ પરમ દષ્ટિની (૨)
પર પરમાણુમાં પૂરાવે પ્રાણ
વ્યવસ્થિત જોઇને વ્યવસ્થિત ભાખ્યું (૨)
અહો વ્યવસ્થિત સામે પદ પંકજ પરમાર્થે પદ્મનાભ
આપની હસ્તી આપની સાક્ષી આ આ આ આપની (૩)
નારક ગતિના દોષોનું દમન
એ જ દષ્ટિ એ જ જ્ઞાન (૨)
વીજળીક વેગે તારે અક્રમ સિદ્ધાલય પ્રવાહે પદ્મનાભ