જય પદ્દમનાભ પ્રભુ અહો તીર્થંકર ભાવિ
સુદર્શન ભક્તિ કરી
સુદર્શન ભક્તિ કરી
ચતુર્ગતિ અંત આવી જય પદ્દમનાભ પ્રભુ
ભાવિ ચોવીશીના પ્રથમેશ કલ્યાણ દ્વાર ખોલે પ્રભુ કલ્યાણ દ્વાર ખોલે
કરુણાનિધિ ભગવંત
કરુણાનિધિ ભગવંત
ભરતક્ષેત્રી તારે જય પદ્દમનાભ પ્રભુ
પહેલી આરતી પ્રભુની અજ્ઞાનદૃષ્ટિ જાયે પ્રભુ અજ્ઞાનદૃષ્ટિ જાયે
અવિનાશી પદ લહે
અવિનાશી પદ લહે
તત્ત્વદૃષ્ટિ થયે જય પદ્દમનાભ પ્રભુ
બીજી આરતી પ્રભુની વિભાવ દશા છૂટે પ્રભુ વિભાવ દશા છૂટે
ટળશે પરભાવો ભ્રાંતિ
ટળશે પરભાવો ભ્રાંતિ
સ્વરૂપ ભજના થયે જય પદ્દમનાભ પ્રભુ
ત્રીજી આરતી પ્રભુની વિકલ્પી સુખો ટાળે પ્રભુ વિકલ્પી સુખો ટાળે
દેહાતીત દશા વર્તે
દેહાતીત દશા વર્તે
સ્પષ્ટવેદન થયે જય પદ્દમનાભ પ્રભુ
ચોથી આરતી પ્રભુની શુદ્ધ ઉપયોગ રહે પ્રભુ શુદ્ધ ઉપયોગ રહે
આવરણ સર્વે ખપતાં
આવરણ સર્વે ખપતાં
કેવળજ્ઞાની થાયે જય પદ્દમનાભ પ્રભુ
પંચમી આરતી પ્રભુની કરુણા ધારા વહે પ્રભુ કરુણા ધારા વહે
દાદા પરમ નિમિત્તથી
દાદા પરમ નિમિત્તથી
પહોંચ્યા પ્રભુ શરણે જય પદ્દમનાભ પ્રભુ
વીતરાગ પ્રભુના શરણે જે કોઈ જીવ જશે પ્રભુ જે કોઈ જીવ જશે
કૃપા કારુણ્ય પામી
કૃપા કારુણ્ય પામી
સિદ્ધક્ષેત્રે જશે જય પદ્દમનાભ પ્રભુ
વીતરાગ પ્રભુના શરણે જે કોઈ જીવ જશે પ્રભુ જે કોઈ જીવ જશે
કૃપા કારુણ્ય પામી
કૃપા કારુણ્ય પામી
સિદ્ધક્ષેત્રે જશે જય પદ્દમનાભ પ્રભુ
જય પદ્દમનાભ પ્રભુ
જય પદ્દમનાભ પ્રભુ
જય પદ્દમનાભ પ્રભુ