પધારો સીમંધર સ્વામીશ્રી ત્રિમંદિરે ચેતના ઉતારો

પધારો સીમંધર સ્વામીશ્રી ત્રિમંદિરે ચેતના ઉતારો પધારો
તરસે ધરતી ભરત ભૂમિની મોક્ષની આશે પ્રાણ મૂકીને

જ્ઞાની મળતાં જાગ્યો આતમ
દાદા મળતાં જાગ્યો આતમ આપ્તપુરુષનો સહારો
પધારો સીમંધર સ્વામીશ્રી ત્રિમંદિરે ચેતના ઉતારો
પધારો
કળિકાદવમાં ખૂંપેલાને અનંત ભવથી રખડેલાને
કળિકાદવમાં ખૂંપેલાને અનંત ભવથી રખડેલાને
કરુણાસાગર કરુણા રેડીને
કરુણાસાગર કરુણા રેડીને
ભૂલકાને આજે ઉગારો સીમંધરી શક્તિ અહીં વરસી
ખૂલી ગઈ મોક્ષની બારી
પધારો સીમંધર સ્વામીશ્રી ત્રિમંદિરે ચેતના ઉતારો
પધારો
જિનમુદ્રા અકર્તા પદ વાત્સલ્ય નીતરે નેણ સ્વચ્છ

હૃદયઠારિણી કષાયો કાપીણી
હૃદયઠારિણી કષાયો કાપીણી
સ્યાદ્દવાદે કિનારો સીમંધરી સુભક્તિ ઊભરી
નાચી ઊઠ્યા ગાંધર્વો કિન્નરી
પધારો સીમંધર સ્વામીશ્રી
ત્રિમંદિરે ચેતના ઉતારો