ઓરે ઓરે અનંત સુખ સાધી
ઓરે ઓરે અનંતસુખ સાધી
અવિરત સત્સંગ પામી ગયા અનન્ય શરણા ગતિથી
હાંરે હાંરે દાદાવાણી
અખૂટ મધુવંતી મૌલિક સત્ સ્ફૂરાણી
ઓરે ઓરે અનંતસુખ સાધી
અવિરત સત્સંગ પામી ગયા અનન્ય શરણા ગતિથી
મમત્વ તારું કામ નથી હવે
ગર્વત્વ તારું નામ નથી હવે
દાદાની કૃપા પામી પ્રત્યક્ષની હૂંફ પામી
માન્યા માત્માઓ સંગ રે
ઓરે ઓરે અનંતસુખ સાધી
અવિરત સત્સંગ પામી ગયા અનન્ય શરણા ગતિથી
લુબ્ધત્વ તારો ખૂણો નથી હવે
મોહત્વ તારું ચલણ નથી હવે
અપેક્ષા ખરી પડતા ખરી અપેક્ષા થતા
ઉગ્યો જો શીલ પ્રતાપ રે
ઓરે ઓરે અનંતસુખ સાધી
અવિરત સત્સંગ પામી ગયા અનન્ય શરણા ગતિથી
મન તું ફૂટ્યા જ કરજે
તન તું જુદું જ રહેજે
તમને બન્નેને જોઇ જોઇ જાણ્યું અનંત માંહી
મહીંલાનો હું માહીંલો
ઓરે ઓરે અનંતસુખ સાધી
અવિરત સત્સંગ પામી ગયા અનન્ય શરણા ગતિથી
નિમિત્ત સર્વે નિમિત્ત જોજો
કર્તા કોણ કોઇ અકર્તા ન જોજો
પણ પરમ નિમિત્તને પ્રત્યક્ષ બોધ વિના
સ્વચ્છંદી રોગને જોજો
ઓરે ઓરે અનંતસુખ સાધી
અવિરત સત્સંગ પામી ગયા અનન્ય શરણા ગતિથી
દાદા રે તારું નામ સર્વસ્વ હવે
દાદા રે તારું કામ સર્વસ્વ હવે
તારી આજ્ઞાના ધર્મમાં કલ્યાણી ભાવનામાં
પરમ નિશ્ચયનો મર્મ રે
ઓરે ઓરે અનંતસુખ સાધી
અવિરત સત્સંગ પામી ગયા અનન્ય શરણા ગતિથી
અંતરના જ મુક્તિસુખ જ ગાજો
શાંતિ પદ અક્રમે જ હોજો
સેવા તો મહાત્માની જ હોજો
પૂર્ણિમા દાદાની જ હોજો
ભક્તિ તો સીમંધરની હોજો
વિધિ તો પ્રત્યક્ષની જ હોજો
આજ્ઞામાં પુરુષાર્થ જ હોજો
ખુમારી પરમ નિશ્ચયની હોજો
સંકેતો કલ્યાણી જ હોજો
સર્વસ્વ સમર્પિત હોજો
વાણી તો મૃદુ ઋજુ જ હોજો
હ્રુદિયામાં વીતરાગ જ હોજો
ક્ષેત્ર તો મહાવિદેહ હોજો
અનંતા જ્ઞેયો જાણી અપૂર્વ વાણી સુણી
સ્થિરતા સ્વાવલંબીની
ઓરે ઓરે અનંતસુખ સાધી
અવિરત સત્સંગ પામી ગયા અનન્ય શરણા ગતિથી
હાંરે હાંરે દાદાવાણી
અખૂટ મધુવંતી મૌલિક સત્ સ્ફૂરાણી
ઓરે ઓરે અનંતસુખ સાધી
અવિરત સત્સંગ પામી ગયા અનન્ય શરણા ગતિથી