નિશ્ચયથી નમન કરું
નિશ્ચયથી નમન કરું દાદા સુચરણ
વ્યવહારે વંદન કરું અભેદ દેવોગણ
પ્રથમ પાયે લાગું હું ઋષભ જીનેશ્વર મૂળ
મહાવીર ને સર્વજ્ઞ સહુ તીર્થંકર વીતરાગ
નમો ભગવતે વાસુદેવાય શ્રીકૃષ્ણ શરણં મમઃ
નીલકંઠ ૐ નમઃ શિવાય અર્ધ નારી નટેશ્વર
સહજાનંદ સ્વામી નારાયણ માણકી ઘોડી સવાર
વંદે વલ્લભાચાર્યજી જગગુરુ શંકરાચાર્ય
નમસ્કાર જરથોસ્તને પૂજક સૂર્ય અગન
ક્રાઈસ્ટ ખ્રિસ્તી જીસસને વિશ્વ પ્રેમનું ઝરણ
યા અલ્લા પરવર દિગાર પયગંબર ચંદ્ર કુરાન
ગુરુ નાનકને નમન ગૌતમ બુદ્ધ ભગવાન્
નમું મીરાં નરસિંહને અખા કબીર જલારામ
જ્ઞાનેશ્વર એકનાથ સંત સાંઈ તુલસી તુકારામ
સાધુ સાધ્વી આચાર્યને ભક્તો જૈનોને નમું
સાધુ સાધ્વી આચાર્યને ભક્તો વેદાંતી નમું
સાધુ સાધ્વી આચાર્યને ભક્તો પુષ્ટિ પંથ
સાધુ સાધ્વી આચાર્યને ભક્તો સ્વામીનારાયણ
નમન હો ભક્તોને નમતા જીસસ જરથોસ્તને
વંદું પ્રેમે પૂજતા અલ્લા નાનક ભક્તને
શાસન દેવી દેવતા નમું હું વારંવાર
આદ્યશક્તિ મા અંબા કરો કૃપા અપાર
વૈમાનિક જ્યોતિષ્ક દેવો ભુવનવાસી વ્યંતર
વ્યવહારે વંદન કરું કરો મોક્ષ મુજ સુતર
નિશ્ચયથી નમસ્કાર કરું સર્વ સિદ્ધ ભગવંતને
સર્વ જ્ઞાની બ્રહ્માંડ તણા તીર્થ સ્વામી સીમંધરને
નિશ્ચયથી નમસ્કાર કરું સર્વજ્ઞ દાદા ભગવાનને
સર્વ દાદા જ્ઞાનીને વર્તમાન તીર્થંકરોને
ૐ પરમેષ્ટિ ભગવંતોને પંચ પરમેષ્ટિ ભગવંતોને
ત્રિષષ્ઠિ સલાખા પુરુષોને નમું સંતો સત્પુરુષોને
ફરી ફરી નિશ્ચે નમું મૂર્તિમાન મોક્ષ સ્વરૂપને
દસ લખ વરસે પ્રગટી પ્રત્યક્ષ પ્રગટ જ્યોતને
ફરી ફરી નિશ્ચે નમું મૂર્તિમાન મોક્ષ સ્વરૂપને
દસ લખ વરસે પ્રગટી પ્રત્યક્ષ પ્રગટ જ્યોતને
નિશ્ચયથી નમન કરું દાદા સુચરણ
વ્યવહારે વંદન કરું અભેદ દેવોગણ
નિશ્ચયથી નમન કરું દાદા સુચરણ
દસ લખ વરસે પ્રગટી પ્રત્યક્ષ પ્રગટ જ્યોતને