નીરખીને નવ યૌવના લેશના વિષય નીદાન
ગણે કાષ્ટની પુતળી તે ભગવાન સમાન
આ સઘડા સંસારની રમણી નાયકરૂપ
એ ત્યાગી ત્યાગ્યુ બધું કેવળ શોક સ્વરુપ
એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર
નૃપતિ જીતતા જીતીયે દળ પુર ને અધિકાર
વિષયરૂપ અંકુરથી ટળે જ્ઞાન ને ધ્યાન
લેશ મદીરા પાનથી છાંકે જ્યમ અજ્ઞાન