નિજદોષ દર્શન વિણ બંધન ભવોભવ તણું
નિજદોષ દર્શન વિણ બંધન ભવોભવ તણું
ખુલે દ્રષ્ટિ સ્વદોષ દેખ્યાની તરે ભવસાગર ઘણું
હું ચંદુ માન્યુ ત્યાંથી મૂળ ભૂલનું થયું ઊગમણું
હું ચંદુ માન્યુ ત્યાંથી મૂળ ભૂલનું થયું ઊગમણું
હું શુદ્ધાત્મા નું ભાન થતાં થવા માંડે ભૂલોનું ઊઠમણું
નિજદોષ દર્શન વિણ બંધન ભવોભવ તણું
ભગવાન ઉપરી કર્તા જગનો પછી વળગી અનંત અણસમજણું
ભગવાન ઉપરી કર્તા જગનો પછી વળગી અનંત અણસમજણું
વાગે રેકર્ડ પણ માને બોલ્યો તેથી હાડોહાડ વાગે વેણું
ભૂલો વળગી રહી શાથી લીધું તેનું સદા ઉપરાણું
ભૂલોને મળી જાય ખોરાક કષાયોનું પેટ ભરાણું
નિજદોષ દર્શન વિણ બંધન ભવોભવ તણું
જ્યાં સુધી રહે નિજ ભૂલો ત્યાં સુધી જ ભોગવણું
જ્યાં સુધી રહે નિજ ભૂલો ત્યાં સુધી જ ભોગવણું
દેખાય સ્વદોષો જ્યાં જાત માટે પૂર્ણ નિષ્પક્ષપણું
દેહ આત્માના ભેદાંકનવિણ પક્ષ રહે સદા જાત તણું
જ્ઞાની ભેદજ્ઞાન થકી રેખાંકન આંકે સ્વ પર તણું
નિજદોષ દર્શન વિણ બંધન ભવોભવ તણું
પછી દોષને દેખે ત્યાંથી ઠાર મશીનગન મહીં ગોઠવાણું
પછી દોષને દેખે ત્યાંથી ઠાર મશીનગન મહીં ગોઠવાણું
દોષો ધોવાની માસ્ટર કી દેખે ત્યાંથી કર પડકમણું
ભૂલ ભાંગે તે ભગવાન ન રહ્યું કોઇનું ઉપરીપણું
જ્ઞાની નું અદ્ ભૂત જ્ઞાન પ્રગટે નિજ પરમાત્મપણું
નિજદોષ દર્શન વિણ બંધન ભવોભવ તણું
શુદ્ધાત્મા થઇ જુએ અંતઃકરણનાં અણુ એ અણુ
શુદ્ધાત્મા થઇ જુએ અંતઃકરણનાં અણુ એ અણુ
બાવા ના દોષો ધોવાય સૂક્ષ્મત્વ સુધીનું શુદ્ધિકરણું
નિજદોષ દર્શન દ્રષ્ટિ દાદાવાણી આજ પ્રમાણું
નિજદોષ છેદન કાજ ગ્રંથ ધરાણું જગચરણું
નિજદોષ દર્શન વિણ બંધન ભવોભવ તણું
નિજદોષ દર્શન વિણ બંધન ભવોભવ તણું
નિજદોષ દર્શન વિણ બંધન ભવોભવ તણું