નીચે નમીને નમસ્કાર
નીચે નમીને નમસ્કાર કરું છું મારા ટોપીવાળા દાદાને
પાયે લાગીને પ્રણામ કરું છું મારા ભાદરણવાળા દાદાને

અનંતકાળની નીદરું ઊડાવી
અનંતકાળની નીદરું ઊડાવી
જાગૃત કરવા આવોને દાદા જાગૃત કરવા આવોને દાદા
નીચે નમીને નમસ્કાર કરું છું મારા ટોપીવાળા દાદાને
નીચે નમીને નમસ્કાર કરું છું મારા ટોપીવાળા દાદાને
પાત્ર અપાત્ર તમને રે સોપું
પાત્ર અપાત્ર તમને રે સોપું
શુદ્ધિકરણ કરી આપોને દાદા શુદ્ધિકરણ કરી આપોને દાદા
નીચે નમીને નમસ્કાર કરું છું મારા ટોપીવાળા દાદાને
નીચે નમીને નમસ્કાર કરું છું મારા ટોપીવાળા દાદાને
આત્મા-અનાત્મા કશું નહીં જાણું
આત્મા-અનાત્મા કશું નહીં જાણું
મોક્ષે તેડી જાઓને દાદા મોક્ષે તેડી જાઓને દાદા
નીચે નમીને નમસ્કાર કરું છું મારા ટોપીવાળા દાદાને
નીચે નમીને નમસ્કાર કરું છું મારા ટોપીવાળા દાદાને
તમારા ચરણમાં હૃદય સમર્પું
તમારા ચરણમાં હૃદય સમર્પું
ભૌતિક કછુ નહીં ચાહું રે દાદા ભૌતિક કછુ નહીં ચાહું રે દાદા
નીચે નમીને નમસ્કાર કરું છું મારા ટોપીવાળા દાદાને
નીચે નમીને નમસ્કાર કરું છું મારા ટોપીવાળા દાદાને
દાવાનળમાં ભડકે બળતા
દાવાનળમાં ભડકે બળતા
જગત અગનને ઠારોને દાદા જગત અગનને ઠારોને દાદા
નીચે નમીને નમસ્કાર કરું છું મારા ટોપીવાળા દાદાને
નીચે નમીને નમસ્કાર કરું છું મારા ટોપીવાળા દાદાને
દાસાનુદાસ આ મહાત્માઓ તમારા
દાસાનુદાસ આ મહાત્માઓ તમારા
જગતકલ્યાણ પદ આપોને દાદા જગતકલ્યાણ પદ આપોને દાદા
નીચે નમીને નમસ્કાર કરું છું મારા ટોપીવાળા દાદાને
પાયે લાગીને પ્રણામ કરું છું મારા ભાદરણવાળા દાદાને
નીચે નમીને નમસ્કાર કરું છું મારા ટોપીવાળા દાદાને દાદાને દાદાને