નાની આંખોમાં મોટા છે સપના
નાની આંખોમાં મોટા છે સપના
રંગબેરંગી પ્યારા પ્યારા અલબેલા સપના
નાની આંખોમાં મોટા છે સપના
રંગબેરંગી પ્યારા પ્યારા અલબેલા સપના
સપનાની સાથે મોટા થવાના મોટા થઈને અમે એ પૂરા કરવાના
નાની આંખોમાં મોટા છે સપના
રંગબેરંગી પ્યારા પ્યારા અલબેલા સપના
મમ્મી પપ્પાનું ધ્યાન રાખીશું
મમ્મી પપ્પાનું ધ્યાન રાખીશું
એમને ક્યારે દુઃખ ન દઈશું
કહેલું માનશું માનીને કરશું
કહેલું માનશું માનીને કરશું
ભાવના એમની પૂરી કરીશું
નાની આંખોમાં મોટા છે સપના
રંગબેરંગી પ્યારા પ્યારા અલબેલા સપના
ખૂબ ભણીને સેવા કરીશું
ખૂબ ભણીને સેવા કરીશું
રાત દિન જોયા વિના દોડીશું
નિઃસ્વાર્થ ભાવે દાદાના કામો
નિઃસ્વાર્થ ભાવે દાદાના કામો
કરવાને કાજે જાત ઘસીશું
નાની આંખોમાં મોટા છે સપના
રંગબેરંગી પ્યારા પ્યારા અલબેલા સપના
સૌ કોઈ સાથે પ્રેમથી રહીશું
સૌ કોઈ સાથે પ્રેમથી રહીશું
તારા મારાના ભેદ ભૂલીશું
મહાત્માઓના અશિષ લઈશું
મહાત્માઓના અશિષ લઈશું
દાદા રાજી થાય એમ જીવીશું
નાની આંખોમાં મોટા છે સપના
રંગબેરંગી પ્યારા પ્યારા અલબેલા સપના
સપનાની સાથે મોટા થવાના મોટા થઈને અમે એ પૂરા કરવાના
નાની આંખોમાં મોટા છે સપના
રંગબેરંગી પ્યારા પ્યારા અલબેલા સપના
નાની આંખોમાં મોટા છે સપના
રંગબેરંગી પ્યારા પ્યારા અલબેલા સપના