ના ગમતામાં સહેજે વૈરાગ
ના ગમતામાં સહેજે વૈરાગ
ના ગમતામાં સહેજે વૈરાગ
ગમતામાં છૂપો રાગ અથાગ
ન કળાય મહા ત્યાગી તપી
અનંત ભવ ભાંગ્યા જપી ખપી
ના ગમતામાં સહેજે વૈરાગ
ના ગમતામાં સહેજે વૈરાગ
વૈરાગ નહીં વિના અહંકાર
વિરાગી ભોગી મોક્ષ નકાર
વૈરાગ નહીં વિના અહંકાર
વિરાગી ભોગી મોક્ષ નકાર
છતાં ક્રમ પહેલું પગલું
અભિનિવેશી એ જ ડગલું
ના ગમતામાં સહેજે વૈરાગ
ના ગમતામાં સહેજે વૈરાગ
અરૂચી અરૂચી પળે પળે
ઉદાસીન મોક્ષ દ્વારે ગળે
અરૂચી અરૂચી પળે પળે
ઉદાસીન મોક્ષ દ્વારે ગળે
સોપાન એ લાસ્ટ બટ વન
નિશ્ચે મુક્તિ જ્ઞાની આપે જ્ઞાન
ના ગમતામાં સહેજે વૈરાગ
ના ગમતામાં સહેજે વૈરાગ
ગમતામાં છૂપો રાગ અથાગ
ન કળાય મહા ત્યાગી તપી
અનંત ભવ ભાંગ્યા જપી ખપી
ના ગમતામાં સહેજે વૈરાગ
ના ગમતામાં સહેજે વૈરાગ
ના ગમતામાં સહેજે વૈરાગ