મૂર્તિ થકી ભક્તિની ભાવના
મૂર્તિ થકી ભક્તિની ભાવના જોજો
સીમંધર સ્વામીની કરુણા જોજો
મૂર્તિ થકી ભક્તિની ભાવના જોજો
સીમંધર સ્વામીની કરુણા જોજો
મૂર્તિના ચરણોમાં જ્ઞાનીને જોજો
મૂર્તિના ચરણોમાં જ્ઞાનીને જોજો
અમૂર્ત સૂક્ષ્મતમ ભક્તિને જોજો
મૂર્તિ થકી ભક્તિની ભાવના જોજો
સીમંધર સ્વામીની કરુણા જોજો
શ્રમથી મંદિરે પહોંચ્યું છે જોજો
દાદાએ શીખવેલા ભાવથી જોજો
શ્રમથી મંદિરે પહોંચ્યું છે જોજો
દાદાએ શીખવેલા ભાવથી જોજો
દેરાં પગથીયે ચિત્ત ચોંટ્યું જોજો
દેરાં પગથીયે ચિત્ત ચોંટ્યું જોજો
આરસ 'આ' રસનો માર્ગ જાણ્યો જોજો
મૂર્તિ થકી ભક્તિની ભાવના જોજો
સીમંધર સ્વામીની કરુણા જોજો
નામ સ્થાપના દ્રવ્યના વ્યવહાર જોજો
પંચાજ્ઞા સૂક્ષ્મતમ સુભક્તિને જોજો
નામ સ્થાપના દ્રવ્યના વ્યવહાર જોજો
પંચાજ્ઞા સૂક્ષ્મતમ સુભક્તિને જોજો
શુભાશુભ પ્રતિષ્ઠાનો સંસાર જોજો
શુભાશુભ પ્રતિષ્ઠાનો સંસાર જોજો
જ્ઞાનીની પ્રતિષ્ઠાનો વીતરાગ જોજો
મૂર્તિ થકી ભક્તિની ભાવના જોજો
સીમંધર સ્વામીની કરુણા જોજો
પ્રત્યક્ષ અર્હત સમીપે શું જોશો
મૂર્તિના ચરણોમાં જ્ઞાનીને જોજો
પ્રત્યક્ષ અર્હત સમીપે શું જોશો
મૂર્તિના ચરણોમાં જ્ઞાનીને જોજો
અંગૂઠે મસ્તકના દ્રશ્યને જોજો
અંગૂઠે મસ્તકના દ્રશ્યને જોજો
દાદા સીમંધરના તારને જોજો
મૂર્તિ થકી ભક્તિની ભાવના જોજો
સીમંધર સ્વામીની કરુણા જોજો
પાંચાગુલી આ હસ્તને જોજો
અકર્તા ભાવના કરતા જોજો
પાંચાગુલી આ હસ્તને જોજો
અકર્તા ભાવના કરતા જોજો
અસીમ સ્થિર આ દ્રષ્ટિને જોજો
અસીમ સ્થિર આ દ્રષ્ટિને જોજો
સત્ ચિત સ્મિત આ ઓષ્ઠને જોજો
મૂર્તિ થકી ભક્તિની ભાવના જોજો
સીમંધર સ્વામીની કરુણા જોજો
શ્રુત જ્ઞાન સ્તવના સુકર્ણને જોજો
વિરાટ વક્ષ ને ભૂજા જોજો
શ્રુત જ્ઞાન સ્તવના સુકર્ણને જોજો
વિરાટ વક્ષ ને ભૂજા જોજો
શ્વાસને શ્વાસમાં દાદા જ હોજો
શ્વાસને શ્વાસમાં દાદા જ હોજો
નિર્મળ નયનોમાં બ્રહ્માંડ હોજો
મૂર્તિ થકી ભક્તિની ભાવના જોજો
સીમંધર સ્વામીની કરુણા જોજો
મૂર્તિના ચરણોમાં જ્ઞાનીને જોજો
મૂર્તિના ચરણોમાં જ્ઞાનીને જોજો
અમૂર્ત સૂક્ષ્મતમ ભક્તિને જોજો
મૂર્તિ થકી ભક્તિની ભાવના જોજો
સીમંધર સ્વામીની કરુણા જોજો
સીમંધર સ્વામીની કરુણા જોજો
સીમંધર સ્વામીની કરુણા જોજો