મેરુ સમાન અચલ અડગ
મેરુ સમાન અચલ અડગ ધરતી ખોળે દિસે કોણ આ
મેરુ સમાન અચલ અડગ ધરતી ખોળે દિસે કોણ આ
એ તો મારો દાદો ભગવન્ બીજા કોઈનું ગજું ના

ગાંભીર્ય સાગર સમ જે કદી માઝા ન મૂકે પ્રલયમાં
એવો બીજો કોઈ હોઈ શકે અક્રમ જ્ઞાની દાદા વિણ

સવિતા સમાન પ્રતાપી ને વળી ચંદા સમ શીતળ કોણ

બેઉ ગુણ પ્રગટ્યા જેને એ દાદા વિણ બીજું કોઈ ના
બેઉ ગુણ પ્રગટ્યા જેને એ દાદા વિણ બીજું કોઈ ના
મેરુ સમાન અચલ અડગ ધરતી ખોળે દિસે કોણ આ
મેરુ સમાન અચલ અડગ ધરતી ખોળે દિસે કોણ આ
ખટપટિયો સર્વજ્ઞ વીતરાગ પુરાણ પુરુષ કળિયુગે
આશ્ચર્ય અલૌકિક અગિયાર ઝળક્યું દસ લખ વરસે

હજારો આત્મજ્ઞાનીના જ્ઞાનદાતા ત્રૈલોક્યના

સમસ્ત કલ્યાણ વિશ્વ તણું નિમિત્ત સર્જન દાદા હાથ
સમસ્ત કલ્યાણ વિશ્વ તણું નિમિત્ત સર્જન દાદા હાથ
મેરુ સમાન અચલ અડગ ધરતી ખોળે દિસે કોણ આ
મેરુ સમાન અચલ અડગ ધરતી ખોળે દિસે કોણ આ
વંદન હો વંદન હો એ લિફટમાર્ગી સત્ પુરુષને
અક્રમ મોક્ષના ભોમિયા ભગવાનના યે ઉપરીને

બાપો કોઈ જગકર્તા નથી ચેલેન્જ કોણે ફેંકી આ

પરમાણુ પરમાણુ એ ફરનાર સૂક્ષ્મતમ વિણ કોઈ ના
પરમાણુ પરમાણુ એ ફરનાર સૂક્ષ્મતમ વિણ કોઈ ના
મેરુ સમાન અચલ અડગ ધરતી ખોળે દિસે કોણ આ
મેરુ સમાન અચલ અડગ ધરતી ખોળે દિસે કોણ આ
એ તો મારો દાદો ભગવન્ બીજા કોઈનું ગજું ના
એ તો મારો દાદો ભગવન્ બીજા કોઈનું ગજું ના
મેરુ સમાન અચલ અડગ ધરતી ખોળે દિસે કોણ આ
મેરુ સમાન અચલ અડગ ધરતી ખોળે દિસે કોણ આ
એ તો મારો દાદો ભગવન્ બીજા કોઈનું ગજું ના
દાદા ભગવન વિણ કોણ આપે પલમાં છટકણ