મારી અંબા માડી રે
મારી અંબા માડી રે અંબા માડી રે
મારી અંબા માડી રે અંબા માડી રે
મા મોક્ષે જનારા જીવોની
મા મોક્ષે જનારા જીવોની
સંપૂર્ણ રક્ષક રે અંબા માડી રે
મારી અંબા માડી રે અંબા માડી રે
મા જગત કલ્યાણની ભાવના
માડી જગત કલ્યાણની ભાવના
સર્વત્ર હોજો રે અંબા માડી રે
મારી અંબા માડી રે અંબા માડી રે
વીતરાગોની શાસન દેવી
વીતરાગોની શાસન દેવી
નિશ્ચયમાં રાખજો રે અંબા માડી રે
મારી અંબા માડી રે અંબા માડી રે
મા કાલી કહું કે ભદ્રા
મા કાલી કહું કે ભદ્રા
સર્વત્ર શક્તિ રે અંબા માડી રે
મારી અંબા માડી રે અંબા માડી રે
મા અખંડ આનંદ અનુભવ
માડી અખંડ આનંદ અનુભવ
જ્ઞાનીની કૃપા રે અંબા માડી રે
મારી અંબા માડી રે અંબા માડી રે
મા માગું હું એક જ વરદાન
મા માગું હું એક જ વરદાન
વ્યવહારમાં શુદ્ધિ રે અંબા માડી રે
મારી અંબા માડી રે અંબા માડી રે
મા પ્રત્યેક અવસ્થાઓ ને
માડી પ્રત્યેક અવસ્થાઓ ને
જેમ છે તેમ જોઉ રે અંબા માડી રે
મારી અંબા માડી રે અંબા માડી રે
મા માગું હું એક જ દર્શન
મા માગું હું એક જ દર્શન
અકર્તા પદનું રે અંબા માડી રે
મારી અંબા માડી રે અંબા માડી રે
મા તારું જ સાચું સ્વરૂપ
મા તારું જ સાચું સ્વરૂપ
ઠેર ઠેર જોઉ રે અંબા માડી રે
મારી અંબા માડી રે અંબા માડી રે
મારી અંબા માડી રે અંબા માડી રે
મારી અંબા માડી રે અંબા માડી રે