મારા શ્વાસોમાં તારી જ મહેક છે
મારા શ્વાસોમાં તારી જ મહેક છે મારા સપનામાં તારી જ ઝલક છે (૨)
રોમરોમમાં બસ તારું સ્મરણ (રટણ) છે વહાલા જ્ઞાની (૨)
દાદાજી ઓ દાદાજી
મારી સાથ હમેશા તારો સાથ તારો સાથ તારો સાથ
માથે ફરતો તારો હાથ તારો હાથ તારો હાથ
ક્ષણ ક્ષણ મારું રક્ષણ કરતાં દાદા અનુભાય રે
દાદાજી ઓ દાદાજી
મારા અંતરમાં બસ એક ભાવ એક જ ભાવ એક જ ભાવ
મારા કામથી દાદા રાજી થાવ રાજી થાવ રાજી થાવ
જ્ઞાનીનો રાજીપો મારી સૌથી મોટી કમાઈ રે
દાદાજી ઓ દાદાજી
મારી જીવન સોપ્યું તારે હાથ તારે હાથ તારે હાથ
મારા તન મન ધન બસ તારે કાજ તારે કાજ તારે કાજ
દેજો આશિષ એવા આપણા જેવા પ્યોર થવાય રે
દાદાજી ઓ દાદાજી